Rajkot News : શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય પરિણીતા દ્વારા પ્રેમી વિરમ સાનિયા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. વિરમ સાનિયા દ્વારા 25 વર્ષીય પરિણીતાના લગ્નના જ દિવસે તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું છે. આરોપી દ્વારા પરિણીતા સાથે મિત્રતા કેળવી WhatsApp મારફતે વાતચીત કરવામાં આવતી હતી. તેમજ પોતાની બોલેરો ગાડીમાં નશાકારક પદાર્થ પીવડાવી પરિણીતાને બેભાન કરવામાં આવી હતી.
ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેણીનો બીભત્સ વીડિયો ઉતારી તે વીડિયોના આધારે પરિણીતાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ જો પરિણીતા શારીરિક સંબંધ નહીં રાખે તો તેના અંગત ફોટા તથા વીડિયો વાયરલ કરી દેશે તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી.છેલ્લા બે મહિનાથી પોતાના પિયર ખાતે રહેતી 25 વર્ષીય પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2021 માં લગ્ન પ્રસંગ દરમિયાન તેની મુલાકાત વિરમ સાનિયા નામના વ્યક્તિ સાથે થઈ હતી. શરૂઆતના સમયમાં વિરમ સાનિયા દ્વારા ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે Facebook ઉપર અને ત્યારબાદ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થતા WhatsAppમાં વાતચીત થતી હતી. આજથી બે વર્ષ પૂર્વે વિરમ સાનિયાએ પરિણીતાને મળવા બોલાવતા તે વિરમ સાથે તેની બોલેરો કારમાં ગઈ હતી. બોલેરો કારમાં વિરમે થમ્સઅપ પીવડાવી હતી. જે પીધા બાદ તેણી બેભાન થઈ ગઈ હતી.
ત્યારે બેભાન અવસ્થામાં વિરમે યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ તેનો બીભત્સ પ્રકારના વીડિયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ વિરમે ધમકી આપીને કહ્યું હતું કે, ‘‘જો તું સમગ્ર મામલે તારા ઘરના સભ્યોને વાત કરીશ તો હું તારો વિડીયો વાયરલ કરી અને બદનામ કરી નાખીશ.’’ પાંચ મહિના બાદ વિરમ દ્વારા અલગ અલગ જગ્યાએ લઈ જઈ અલગ અલગ સમયે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યા હતા.28 એપ્રિલ 2024 ના રોજ મારા તેમજ મારા ભાઈના લગ્ન હતા. તે દિવસે વિરમનો મને WhatsApp કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે ‘‘હું તારા ઘરે આવું છું.’’ જેથી મેં તેને મારા ઘરે આવવાની ના પાડતા તેણે મારો ઉતારેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ મારા ભાઈના લગ્ન પણ તોડાવી નાખવાની ધમકી આપી હતી. જેથી મેં વિરમને છેલ્લી વાર કરે મળવા માટે બોલાવતા તેણે મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.
તેમજ તે બાબતના ફોટા વિરમે પોતાના મોબાઈલમાં પાડી મારા ઘરેથી જતો રહ્યો હતો. લગ્ન બાદ પણ હું જ્યારે મારા પિયરમાં આવી ત્યારે પણ વિરમે મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. પિયર ખાતેથી હું જ્યારે સાસરીમાં આવી ત્યારે પણ વિરમ અવારનવાર મને WhatsApp કોલ કરી હેરાન પરેશાન કરતો હતો. જે બાબતની જાણ મારા પતિને થતા મારા પતિએ વિરમને મને હેરાન પરેશાન ન કરવાનું જણાવ્યું હતું. ત્યારે વિરમે પણ મારા પતિને ધમકી આપી હતી. તેમજ ત્યારબાદથી મારા પતિએ મારા ભાઈને ફોન કરીને મને પિયર લઈ જવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં IPS અધિકારીના પત્નીની આત્મહત્યાથી ચકચાર
આ પણ વાંચો: અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી
આ પણ વાંચો: અમદાવાદમાં એકજ દિવસમાં પાંચ આત્મહત્યાના બનાવ, મહિલાવર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું