भारत की जीत, देश की शान 🇮🇳
चैंपियंस ट्रॉफी में भारत की शानदार जीत! पाकिस्तान के खिलाफ ऐतिहासिक प्रदर्शन कर टीम इंडिया ने एक बार फिर साबित किया कि वे बेस्ट हैं!#INDvsPAK #IndianCricketTeam #WINNER #TeamIndia pic.twitter.com/Zh3IQICGD1
— Kunvarji Halpati (@kunvarjihalpati) February 23, 2025
IND vs PAK LIVE: વિરાટ કોહલીએ વન-ડે કારકિર્દીની 51મી સદી ફટકારવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાક.ને છ વિકેટે વિજય અપાવ્યો હતો. પાક.ના 241 રનના જવાબમાં ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટે 244 રન કરીને વિજય મેળવ્યો હતો. કોહલી 111 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 100 રન કરી અણનમ રહ્યો હતો. અક્ષર પટેલ 3 રન કરી અણનમ રહ્યો હતો. આ સાથે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત કરી લીધો છે. ભારત હવે આગામી રવિવારે ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાશે. પાકિસ્તાન પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે અને બીજી મેચ ભારત સામે હારીને બહાર ફેંકાઈ ગયું છે.
For his unbeaten 💯 and guiding #TeamIndia over the line, Virat Kohli is the Player of the Match 👏 🏆
Scoreboard ▶️ https://t.co/llR6bWyvZN#PAKvIND | #ChampionsTrophy | @imVkohli pic.twitter.com/vuBuKtWW06
— BCCI (@BCCI) February 23, 2025
વિરાટ કોહલીએ 17 રન કરવા દરમિયાન 14 હજાર રન પૂરા કર્યા હતા. આ સાથે કોહલીએ સૌથી ઓછી ઇનિંગમાં 14 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ સર્જયો હતો. કોહલીએ 300મી વન-ડેની 299મી ઇનિંગ્સમાં જ 14 હજાર રન કર્યા છે. જ્યારે સચીન તેંડુલકરે 359 વન-ડેની 350મી ઇનિંગ્સમાં 14 હજાર રન કર્યા હતા. શ્રીલંકાના બેટ્સમેન સંગકારાએ 402 મેચની 378 ઇનિંગ્સમાં 14 હજાર રન પૂરા કર્યા હતા.
Milestone Unlocked 🔓
2⃣0⃣0⃣ international wickets and counting for Hardik Pandya 😎
Live ▶️ https://t.co/llR6bWyvZN#TeamIndia | #PAKvIND | #ChampionsTrophy | @hardikpandya7 pic.twitter.com/oxefs3BxrA
— BCCI (@BCCI) February 23, 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ટોસ જીતીને ભારત સામે બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા બાદ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ 40 રન આપીને 3 વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો હતો. પાકિસ્તાન તરફથી સાઉદ શકીલ 62 રન કરીને સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. આ ઉપરાંત મોહમ્મદ રિઝવાને 46 અને ખુશદિલ શાહે 38 રનનો ફાળો આપીને પાક.ને સન્માનજનક સ્કોરે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Kalesh b/w Harshit Rana and Rizwan 💀 pic.twitter.com/3I6v7OyhFD
— Vijay (@veejuparmar) February 23, 2025
કેપ્ટન બાબર આઝમની ભારત સામેની સતત નિષ્ફળતા જારી રહી હતી. તે ફક્ત 23 રન કરીને આઉટ થયો હતો. સાઉદ શકીલ અને રિઝવાને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 104 રન જોડ્યા તે સમયે તો પાકિસ્તાન સરળતાથી પોણા ત્રણ સો રનનો સ્કોર કરે તેમ લાગતું હતું. બાબર આઝમને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. જયારે તેના પછી આવેલો ઇનામ હક્ક અક્ષર પટેલના ડાયરેક્ટ થ્રોનો ભોગ બન્યો હતો. શકીલ અને રિઝવાનની જોડી જામી હતી ત્યારે રિઝવાન અક્ષર પટેલને આગળ આવીને રમવા જતાં બોલ્ડ થયો હતો. તેના ગયા પછી પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. તેમા પણ 200 રનના સ્કોર પર તેણે યાદવની ઓવરમાં તેણે બે વિકેટ ગુમાવતા તેની સાત વિકેટ પડી ત્યારે જ લાગતું હતું કે હવે તો તેના માટે 250 રન કરવા પણ મુશ્કેલ છે. ખુશદિલ શાહે પછી એકલા હાથે લડત આપી પરંતુ તેને જોઈએ તેવો ટેકો ન મળ્યો. આજે ભારતની ફિલ્ડિંગ ઘણી કંગાળ હતી અને ભારતે ઘણા કેચ છોડ્યા હતા.
102 METER SIX BY SHREYAS IYER 🤯 pic.twitter.com/yifLduj7vk
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
જ્યારે પણ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. બંને દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના મેદાન પર મેચ રમાશે. આ મેચની ટોસ ટૂંક સમયમાં થશે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે. જે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી નાખે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે તેની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. પાકિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ રિઝવાન છે.
Live Updates
09ઃ35 ભારત 4 વિકેટે 222 રન, ઐયર આઉટ
ભારતે હાર્દિક પંડ્યાના સ્વરૂપમાં ચોથી વિકેટ ગુમાવી. પંડ્યા આઠ રન કરીને આઉટ થઈ ગયો. તે શાહિન આફ્રિદીની ઓવરમાં રિઝવાનના હાથમાં ઝીલાયો.
09ઃ27 ભારત 3 વિકેટે 214 રન, ઐયર આઉટ
ભારતે 214 રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી. શ્રેયસ ઐયર 56 રન કરી આઉટ કર્યો. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રન કર્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી સાથે તેણે ત્રીજી વિકેટની 114 રનની ભાગીદારી નોંધાવીહ તી.
08ઃ45 ભારત બે વિકેટે 150 રન
ભારતે 36 ઓવરમાં બે વિકેટે 200 રન પૂરા કર્યા. આ સાથે કોહલી અને ઐયરે ત્રીજી વિકેટની 100 રનની ભાગીદારી નોંધાવી. કોહલી 81 રને અને ઐયર 49 રને રમતમાં છે. ભારતને હવે વિજય માટે ફક્ત 42 રન ખૂટે છે.
08ઃ45 ભારત બે વિકેટે 150 રન
ભારતે 29 ઓવરમાં બે વિકેટે 150 રન કર્યા છે. કોહલી 64 અને ઐયર 17 રને રમતમાં છે. બંને વચ્ચે ત્રીજી વિકેટની 50 રનની ભાગીદારી નોંધાઈ છે. ભારતે જીતવા માટે હવે 92 રન બાકી છે અને 21 ઓવર બાકી છે.
08ઃ10 ભારત બે વિકેટે 100 રન
ભારતનો સ્કોર 17.2 ઓવરમાં બે વિકેટે 100 રનનો છે. ભારતે શુબમન ગિલના સ્વરૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. તે ચાર રન માટે તેની હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેને અબ્રાર એહમદે બોલ્ડ કર્યો હતો. તેણે કોહલી સાથે બીજી વિકેટની 69 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી 31 રને રમતમાં છે.
08ઃ01 વિરાટ કોહલીના 14 હજાર રન પૂરા
વિરાટ કોહલીએ 12.2 ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો ત્યારે તેની વન-ડે કારકિર્દીમાં 14 હજાર રન પૂરા કર્યા હતા. આટલા રન નોંધાવનારો તે ભારતનો બીજો અને વિશ્વનો ત્રીજો ક્રિકેટર બન્યો હતો.
07:31 રોહિત શર્મા આઉટ, ભારત 31-1
ગિલે શાહીન આફ્રિદીની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. સાત ઓવર પછી ભારતનો સ્કોર 46 રન પર એક વિકેટ હતો. ગિલ 27 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 25 રન બનાવી રમતમાં છે. આ ઉપરાંત વિરાટ કોહલી પણ રમી રહ્યો છે.
07:19 રોહિત શર્મા આઉટ, ભારત 31-1
રોહિત શર્મા 20 રન બનાવીને આઉટ થતાં ભારતને ઝાટકો લાગ્યો છે. ભારતે આ સાથે 31 રને પહેલી વિકેટ ગુમાવી છે. તેણે 15 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન કર્યા હતા.
07:05 રોહિત શર્માનો શાનદાર પ્રારંભ
ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર પ્રારંભ કરાવ્યો છે. રોહિત શર્માએ એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારી શાનદાર શરૂઆત અપાવી છે.
06ઃ08 પાક 8 વિકેટે 222, યાદવે વધુ એક વિકેટ ઝડપી
કુલદીપ યાદવે વધુ એક વિકેટ ઝડપતા પાકિસ્તાને 47મી ઓવરમાં 222 રનના સ્કોર પર આઠમી વિકેટ ગુમાવી હતી. નસીમ શાહ 14 રન બનાવીને આઉટ થયો.
5:50 પાકે એક સાથે બે વિકેટ ગુમાવી, 200 પર સાત
42મી ઓવરમાં પાક.ને એક સાથે બે ઝાટકા લાગ્યા હતા. કુલદીપ યાદવે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેના પગલે ખુશદીલ શાહ અને નદીમ શાહ રમતમાં છે. આના પગલે પાકનો સ્કોર 200 રન પર સાત વિકેટનો થઈ ગયો હતો.
5:23 પાક.ની પાંચમી વિકેટ, જાડેજાએ ઝડપી
રવિન્દ્ર જાડેજાએ તૈયબ તાહિરને ક્લીન બોલ્ડ કર્યો છે. તૈયબ તેના બોલને બિલકુલ સમજી શક્યો ન હતો અને આઉટ થયો હતો. પાકિસ્તાની ટીમે તેની પાંચ વિકેટ ગુમાવી દીધી છે. પાકિસ્તાને 37મી ઓવરમાં 167 રનના જુમલે પાંચમી વિકેટ ગુમાવી.
5:19 પાકિસ્તાનની ચોથી વિકેટ પડી
પાકિસ્તાનની ચોથી વિકેટ 35મી ઓવરમાં 159 રન પર પડી હતી. શકીલ 76 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયન મોકલ્યો હતો. હવે બંને નવા બેટ્સમેન ક્રિઝ પર છે. ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી છે.
5:11 મોહમ્મદ રિઝવાન આઉટ
મોહમ્મદ રિઝવાન અક્ષર પટેલના બોલને બિલકુલ સમજી શક્યો નહીં અને તે તેની ક્લીન બોલ્ડ અડધી સદી ચૂકી ગયો. તેણે મેચમાં 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી દીધી છે.
5:09 હર્ષિત રાણાએ કેચ છોડ્યો
મોહમ્મદ રિઝવાનનો કેચ હાર્દિક પંડ્યાની બોલિંગ પર હર્ષિત રાણાએ છોડ્યો હતો. જેના કારણે સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકો નિરાશ થઈ ગયા હતા.
5:04 PM રિઝવાન અને શકીલ ધીમી બેટિંગ કરી રહ્યા છે
પાકિસ્તાન તરફથી સઈદ શકીલ અને મોહમ્મદ રિઝવાન ધીમી બેટિંગ કરી રહ્યા છે. જ્યારે શકીલે તેની અડધી સદી પૂરી કરી છે, તે રિઝવાનની નજીક છે.
5:03 PM 32 ઓવર પછી પાકિસ્તાની ટીમનો સ્કોર
32 ઓવર બાદ પાકિસ્તાની ટીમે 2 વિકેટના નુકસાન પર 137 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 50 રન અને મોહમ્મદ રિઝવાન 41 રન સાથે ક્રિઝ પર હાજર છે.
4:50 PM સઈદ શકીલની અડધી સદી
પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને સારી વાપસી કરી છે. ટીમ માટે સઈદ શકીલે શાનદાર અડધી સદી ફટકારી છે. તેણે 63 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
4:47 PM સઈદ શકીલ પોતાની અડધી સદી પૂર્ણ કરવાની અણી પર
30 ઓવર પછી, પાકિસ્તાની ટીમે 2વિકેટ ગુમાવીને 129 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 44રન અને મોહમ્મદ રિઝવાન 39 રન સાથે ક્રીઝ પર હાજર છે. આ બંને ખેલાડીઓ સારી બેટિંગ કરી રહ્યા છે.
4:45 PM 28 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર
28 ઓવર પછી, પાકિસ્તાનની ટીમે ૨ વિકેટ ગુમાવીને 121 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 41 રન અને મોહમ્મદ રિઝવાન 34 રન સાથે ક્રીઝ પર હાજર છે.
4:35 PM
રિઝવાન અને શકીલ વચ્ચે અડધી સદીની ભાગીદારી
મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ વચ્ચે 50થી વધુ રનની ભાગીદારી થઈ છે. આ બંને ખેલાડીઓએ પાકિસ્તાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે.
4:32 PM
25 ઓવર પછી પાકિસ્તાની ટીમનો સ્કોર
25 ઓવર બાદ પાકિસ્તાની ટીમે 2 વિકેટ ગુમાવીને 99 રન બનાવી લીધા છે. મોહમ્મદ રિઝવાન 24 રન અને સઈદ શકીલ 29 રન સાથે ક્રિઝ પર હાજર છે.
4:27 PM
પાકિસ્તાનનો સ્કોર 100ની નજીક પહોંચી ગયો હતો
24 ઓવરના અંતે પાકિસ્તાને બે વિકેટના નુકસાને 94 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 29 રન અને કેપ્ટન રિઝવાન 20 રન પર બેટિંગ કરી રહ્યા છે.
4:22 PM
પાકિસ્તાનનો સ્કોર 80 રનને પાર કરી ગયો હતો
પાકિસ્તાની ટીમે 22 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 23 રન અને મોહમ્મદ રિઝવાન 17 રન સાથે ક્રિઝ પર હાજર છે.
4:12 PM
20 ઓવર પછી પાકિસ્તાની ટીમનો સ્કોર
20 ઓવર બાદ પાકિસ્તાની ટીમે 2 વિકેટ ગુમાવીને 79 રન બનાવી લીધા છે. મોહમ્મદ રિઝવાન 13 રન અને સઈદ શકીલ 20 રન સાથે ક્રિઝ પર હાજર છે.
4:07 PM
મોહમ્મદ રિઝવાન ધીમી બેટિંગ કરી રહ્યો છે
પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ હાલમાં ધીમી રન રેટથી બેટિંગ કરી રહ્યા છે. પાકિસ્તાને 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 74 રન બનાવી લીધા છે.
4:03 PM
17મી ઓવર પછી પાકિસ્તાન ટીમનો સ્કોર
હાર્દિક પંડ્યાએ 17મી ઓવરમાં માત્ર બે રન આપ્યા છે. પાકિસ્તાની ટીમે 17મી ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 72 રન બનાવી લીધા છે. મોહમ્મદ રિઝવાન 10 રન અને સઈદ શકીલ 16 રન સાથે ક્રિઝ પર હાજર છે.
3:59 PM
ગોવિંદ સિંહ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે
પાકિસ્તાની ટીમનો સ્કોર 16 ઓવર પછી 70 રનને પાર કરી ગયો
16 ઓવર બાદ પાકિસ્તાની ટીમે 2 વિકેટ ગુમાવીને 70 રન બનાવી લીધા છે. મોહમ્મદ રિઝવાન 9 રન અને સઈદ શકીલ 15 રન સાથે ક્રિઝ પર હાજર છે.
3:53 PM
હાર્દિક પંડ્યા શાનદાર બોલિંગ કરી રહ્યો છે
હાર્દિક પંડ્યા મેચમાં સારી બોલિંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં પાંચ ઓવર ફેંકી છે અને માત્ર 16 રન આપ્યા છે. આ દરમિયાન બાબર આઝમની વિકેટ પણ પડી હતી. પાકિસ્તાને 15 ઓવર બાદ 63 રન બનાવી લીધા છે.
3:45 PM
14 ઓવર પછી પાકિસ્તાન ટીમનો સ્કોર
14 ઓવર પછી પાકિસ્તાની ટીમે 2 વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા છે. સઈદ શકીલ 8 રન અને મોહમ્મદ રિઝવાન 7 રન સાથે ક્રિઝ પર હાજર છે.
3:44 PM
શમીએ 14મી ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા
મોહમ્મદ શમીને શરૂઆતના સ્પેલમાં બોલિંગમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તે મેદાનની બહાર નીકળી ગયો હતો. પરંતુ હવે તે મેદાન પર આવી ગયો છે અને શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તેણે 14મી ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા.
3:35 PM
12 ઓવર પછી પાકિસ્તાની ટીમનો સ્કોર
12 ઓવર બાદ પાકિસ્તાની ટીમે 2 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ ક્રિઝ પર હાજર છે. પાકિસ્તાનને અહીંથી મોટી ભાગીદારીની જરૂર છે.
3:25 PM
10 ઓવર પછી પાકિસ્તાની ટીમનો સ્કોર
10 ઓવર બાદ પાકિસ્તાની ટીમે 2 વિકેટ ગુમાવીને 52 રન બનાવી લીધા છે. મોહમ્મદ રિઝવાન 4 રન અને સઈદ શકીલ 3 રન સાથે ક્રિઝ પર હાજર છે.
3:22 PM
ઈમામ ઉલ હક રન આઉટ થયો હતો
ઇમામ ઉલ હક અક્ષર પટેલના સીધા થ્રો પર રનઆઉટ થયો હતો અને તે મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 26 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.
3:15 PM
હાર્દિક પંડ્યાને પહેલી વિકેટ મળી હતી
હાર્દિક પંડ્યાએ બાબર આઝમને પેવેલિયન મોકલી દીધો છે. કેએલ રાહુલે હાર્દિકના બોલ પર સારો કેચ લીધો હતો. બાબર આ મેચમાં માત્ર 23 રન જ બનાવી શક્યો છે.
3:13 PM
પાકિસ્તાન ટીમનો સ્કોર 8 ઓવર પછી
8 ઓવર પછી પાકિસ્તાની ટીમે કોઈપણ નુકસાન વિના 37 રન બનાવી લીધા છે. ઇમામ ઉલ હક 10 રન અને બાબર આઝમ 19 રન સાથે ક્રીઝ પર હાજર છે.
3:05 PM
પાવરપ્લે બાદ પાકિસ્તાની ટીમનો સ્કોર
પાવરપ્લે બાદ પાકિસ્તાની ટીમે કોઈપણ નુકશાન વિના 26 રન બનાવી લીધા છે. બાબર આઝમ 10 રન અને ઈમામ ઉલ હક 9 રન સાથે ક્રિઝ પર હાજર છે.
3:00 PM
મોહમ્મદ શમી મેદાનની બહાર ગયો હતો
મોહમ્મદ શમી બોલિંગમાં કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આ કારણોસર તે મેદાનની બહાર ગયો છે.
2:55 PM
પાકિસ્તાનનો સ્કોર 20 રનને પાર કરી ગયો હતો
પાકિસ્તાની ટીમે ચાર ઓવર બાદ કોઈ પણ નુકશાન વિના 22 રન બનાવી લીધા છે. બાબર આઝમ 10 રન અને ઈમાન ઉલ હક 6 રન સાથે ક્રિઝ પર હાજર છે.
2:50 PM
બાબર અને ઇમામની સ્થિર બેટિંગ
હર્ષિત રાણાએ પાકિસ્તાન સામે બીજી ઓવર ફેંકી હતી. તેણે આ ઓવરમાં ચાર રન આપ્યા હતા. આ પછી મોહમ્મદ શમીએ ત્રીજી ઓવરમાં કુલ ચાર રન આપ્યા હતા. પાકિસ્તાની ટીમે 3 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 14 રન બનાવી લીધા છે. ઇમામ ઉલ હક 6 રન અને બાબર આઝમ 7 રન સાથે ક્રીઝ પર હાજર છે.
2:38 PM
એક ઓવર પછી પાકિસ્તાની ટીમનો સ્કોર
એક ઓવર બાદ પાકિસ્તાની ટીમે કોઈપણ નુકશાન વિના 6 રન બનાવી લીધા છે. બાબર આઝમ અને ઇમામ ઉલ હક ક્રિઝ પર હાજર છે. મોહમ્મદ શમીએ પ્રથમ ઓવર ફેંકી હતી, પરંતુ તે લયમાં દેખાયો નહોતો. તેણે આ ઓવરમાં કુલ પાંચ વાઈડ બોલ ફેંક્યા.

2:13 PM
પાકિસ્તાની ટીમની પ્લેઈંગ ઈલેવન
ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (WK/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.
2:12PM
પાકિસ્તાને ટોસ જીત્યો હતો
પાકિસ્તાની ટીમે ટોસ જીત્યો છે અને કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
2:10 PM
ભારત vs પાકિસ્તાનઃ બપોરે 2 વાગ્યે ટોસ થશે
આ શાનદાર મેચ માટે ટોસ બપોરે 2 વાગ્યે થશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટોસ જીત્યા બાદ કેપ્ટન આ મેચમાં શું નિર્ણય લે છે.
2:09 PM
ભારત વિ પાકિસ્તાન: ભારતીય સ્પિનર કે પાક પેસર, કોણ પ્રભુત્વ ધરાવશે?
ભારતીય ટીમની ટીમમાં પાંચ સ્પિનરો છે જ્યારે પાકિસ્તાનમાં પાંચ ફાસ્ટ બોલર છે. આવી સ્થિતિમાં, આ મેચમાં કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી ભારતના ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે.
2:06 PM
ભારત વિ પાકિસ્તાન: દુબઈ પિચ રિપોર્ટ
આ મેચ માટે દુબઈની પીચની વાત કરીએ તો તે બેટ્સમેનો માટે મદદરૂપ માનવામાં આવે છે. જો કે, ઝડપી બોલરોને નવા બોલથી શરૂઆતમાં થોડી મદદ મળવાની આશા છે, પરંતુ જૂની પીચને કારણે સ્પિનરો મેચમાં પોતાની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં ચાહકોને આજે રોમાંચક મેચ જોવા મળી શકે છે.
2:05 PM
ભારત vs પાકિસ્તાનઃ બપોરે 2 વાગ્યે ટોસ થશે
આ શાનદાર મેચ માટે ટોસ બપોરે 2 વાગ્યે થશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટોસ જીત્યા બાદ કેપ્ટન આ મેચમાં શું નિર્ણય લે છે.
1:19 PM
ભારત વિ પાકિસ્તાન: ભારતીય સ્પિનર કે પાક પેસર, કોણ પ્રભુત્વ ધરાવશે?
ભારતીય ટીમની ટીમમાં પાંચ સ્પિનરો છે જ્યારે પાકિસ્તાનમાં પાંચ ફાસ્ટ બોલર છે. આવી સ્થિતિમાં, આ મેચમાં કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી ભારતના ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે.
1:09 PM
ભારત વિ પાકિસ્તાન: દુબઈ પિચ રિપોર્ટ
આ મેચ માટે દુબઈની પીચની વાત કરીએ તો તે બેટ્સમેનો માટે મદદરૂપ માનવામાં આવે છે. જોકે, ઝડપી બોલરોને નવા બોલથી શરૂઆતમાં થોડી મદદ મળવાની આશા છે, પરંતુ જૂની પિચને કારણે સ્પિનરો મેચમાં પોતાની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં ચાહકોને આજે રોમાંચક મેચ જોવા મળી શકે છે.
12:51 PM
ભારત વિ પાકિસ્તાન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેડ ટુ હેડ રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં પાંચ વખત સામસામે આવી ચૂક્યા છે. પાંચમાંથી ભારતે માત્ર બે મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને ત્રણમાં જીત મેળવી છે. છેલ્લી વખત બંને ટીમો 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સામસામે આવી હતી.
12:32 PM
ભારત વિ પાકિસ્તાન: ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેડ ટુ હેડ રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં પાંચ વખત સામસામે આવી ચૂક્યા છે. પાંચમાંથી ભારતે માત્ર બે મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને ત્રણમાં જીત મેળવી છે. છેલ્લી વખત બંને ટીમો 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સામસામે આવી હતી.
12:02 PM
ભારત vs પાકિસ્તાનનો હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ODIમાં અત્યાર સુધી 135 મેચ રમાઈ છે. આ 135માંથી ભારતે 57 મેચ જીતી છે. જ્યારે પાકિસ્તાનના નામે 73 મેચ હતી. પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.
11:40 AM
પાકિસ્તાની ટીમની ટીમ
બાબર આઝમ, ઇમામ-ઉલ-હક, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (WK/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ, કામરાન ગુલામ, ફહીમ અશરફ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન.
11:39 AM
ભારતીય ટીમની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
આ પણ વાંચો:રોહિત શર્મા અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાની ટીમમાં ફેરફારનો નિર્ણય…
આ પણ વાંચો:ભારત ચેમ્પિયન્સ ટ્રોફી પાક. વિરુદ્ધ રમવા ઉત્સાહિત, મુશ્કેલીના મુકાબલામાં પાકિસ્તાન ટીમ
આ પણ વાંચો:એવું શું છે દુબઈ સ્ટેડિયમમાં, કેચ છૂટી જાય છે;કેમ તેને રીંગ ઓફ ફાયર કેમ કહેવામાં આવે છે?
