Breaking News: પોરબંદર (Porbandar) દ્વારકા (dwarka) હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. પોરબંદર-દ્વારકા હાઈવે પર આવેલા કુછડી ગામ પાસે સોમવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આપને જણાવી દઈએ કર્ણાટકથી તીર્થયાત્રીઓને લઈ જતી બસ એક ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 12 યાત્રાળુઓ ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા જતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રોડ પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પોરબંદર-દ્વારકા હાઈવે પર કર્ણાટકની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ થયા છે.સોમનાથથી દ્વારકા જઈ રહેલી કર્ણાટકની બસને દ્વારકા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.
બસમાં સવાર મુસાફરો પૈકી બેનાં મોત નીપજ્યાં છે જ્યારે અન્ય બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે કારણ કે બસ રોકાયેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો, મોતથી પરિવારમાં માતમ
આ પણ વાંચો:નાસિકમાં સર્જાયો મોટો અકસ્માત, મહિલાનું મોત અને 21 મુસાફરો ઘાયલ
