Rajkot News/ સિટી બસે મારી ટક્કર સર્જયો અકસ્માત, યુવતી 10 ફૂટ દૂર ફંગોળાઈ, માથામાં ગંભીર ઈજા

રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી સિટી બસે એક્ટિવા ચાલક યુવતીને જોરદાર ટક્કર મારી હતી.

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટ શહેરમાં 28 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે જામનગર રોડ પર બજરંગવાડી વિસ્તારમાં સત્યપ્રકાશ સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે દોડતી સિટી બસે એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સિટી બસે એક એક્ટિવા ચાલક યુવતીને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે યુવતી 10 ફૂટ દૂર ફંગોળાઈને રસ્તા પર પટકાઈ હતી. આ ઘટનાને કારણે યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી વિસ્તારમાં સત્યપ્રકાશ સ્કૂલ નજીક એક્ટિવા નં. GJ03LH4050 લઇને યુવતી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાર રસ્તા પર પહોંચતાની સાથે રૂટ નં. 54ની સિટી બસ GJ03BZ3617 ના ચાલકે અડફેટે લેતા એક્ટિવા ચાલક યુવતી ફંગોળાઈ 10 ફૂટ દૂર રસ્તા પર ફેંકાઈ હતી અને એક્ટિવા બસના આગળના ટાયરમાં ફસાઈ ગયું હતું.

આ અકસ્માતનો ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, એક્ટિવા ચાલક યુવતીએ 4 રસ્તા પાસે પહોંચતા વાહનની ગતિ ધીમી કરી હતી અને બ્રેક પણ લગાવી હતી. જો કે, પાછળથી આવી રહેલી સિટી બસના ચાલકે બ્રેક લગાવી ન હતી, જેના કારણે આ ગંભીર અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં સિટી બસ ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી ખુશ્બુ ઠાકરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેમની હાલત નાજુક છે. આ અકસ્માતની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી