Surat News : સુરતમાં કથિત પત્રકારો દ્વારા RTI કરી તોડકાંડનો મામલો સામે આવ્યો છે. ખંડણીખોર પત્રકાર એલર્ટ ન્યૂઝના શાકીર શેખને પાસા હેઠળ જેલ ભેગો કરાયો છે. પત્રકાર RTI એક્ટીવીસ્ટ બની SMCમાં અરજી કરતા હતા. RTI દ્વારા બિલ્ડરોને હેરાન કરી રૂપિયા પડાવતા હતા. સુરતના કોટ વિસ્તારમાં ચોક્કસ ખંડણીખોર પત્રકાર ટોળકીનો ત્રાસ હતો અગાઉ આરોપી શાકીર શેખ સામે ત્રણ ગુનાઓ નોંધાયા હતા. શાકીરની અટકાયત કરી સેન્ટ્રલ જેલ ભૂજ મોકલાયો છે.
સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકાર તોડકાંડ મામલે વધુ બે આરોપીઓ, મોહમ્મદ બિલાલ અને સાબિર શેખની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ પર ઓલપાડના ખાનગી ટ્રસ્ટના વૃદ્ધ પ્રમુખને બ્લેકમેલ કરીને રૂપિયા 1.70 લાખ પડાવી લેવાનો આરોપ છે.

ફરિયાદ મુજબ, આરોપીઓએ વૃદ્ધ પ્રમુખને ગુજરાત વકફ બોર્ડમાં પોતાની ઓળખાણ હોવાનો દાવો કર્યો હતો અને ટ્રસ્ટની જમીનની બાબતો ઉકેલવાનું વચન આપ્યું હતું. જોકે, પૈસા મળ્યા બાદ તેઓએ કોઈ કામ કર્યું ન હતું. જ્યારે વૃદ્ધ પ્રમુખે પૈસા પાછા માંગ્યા, ત્યારે આરોપીઓએ તેમને ધમકી આપી હતી અને ફોન પર અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ ન્યૂઝ પેપર અને ચેનલમાં ખોટા સમાચાર છાપીને વૃદ્ધ પ્રમુખને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મીડિયાના માધ્યમથી તેમની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે સુરતની રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ કયા કયા લોકો પાસેથી આ રીતે પૈસા પડાવ્યા છે અને તેમની સાથે અન્ય કોણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સુરતમાં પત્રકારત્વના નામે ચાલતા તોડકાંડનો પર્દાફાશ કર્યો છે અને લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.
@ RABIYA
આ પણ વાંચો: સુરતમાં RTIની આડમાં ખંડણીખોરો સામે પોલીસની લાલ આંખ
આ પણ વાંચો: સુરત : ખંડણીખોર લલિત ડોંડા ઝડપાયો
આ પણ વાંચો: સુરતમાં માથાભારે અને ખંડણીખોરનું પોલીસે નીકાળ્યું સરઘસ
