New Delhi News/ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે PM મોદીએ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા પુનરોચ્ચાર કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે,

Top Stories India

New Delhi News: આજે વિશ્વ વન્યજીવન દિવસ (World Wildlife Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશના નાગરિકોને પૃથ્વી પરની અવિશ્વસનીય જૈવવિવિધતાના (Biodiversity) રક્ષણ અને જાળવણી માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા હાકલ કરી હતી. વિશ્વ વન્યજીવન દિવસ સૌપ્રથમ 2014 માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ ઉજવવાનો હેતુ વિશ્વભરના પ્રાણીઓના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, “આજે, વિશ્વ વન્યજીવન દિવસ પર, ચાલો આપણે આપણા ગ્રહની અજોડ જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટે આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ. દરેક પ્રજાતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે – ચાલો આપણે ભવિષ્યની પેઢીઓ માટે તેમના ભવિષ્યનું રક્ષણ કરીએ!”

તેમણે કહ્યું કે, તેમને વન્યજીવોના સંરક્ષણમાં ભારતના યોગદાન પર ગર્વ છે. PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. વહેલી સવારથી તેઓ સિંહ દર્શન માટે રવાના થઈ ગયા છે. વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે તેઓ સાસણ ખાતે જંગલ સફારીનો આનંદ માણશે અને રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL)ની બેઠકની અધ્યક્ષતા કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી સિંહ દર્શન માટે રવાના, રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકમાં ભાગ લઈ શકે

આ પણ વાંચો:ગુજરાતે એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે કર્યા મજબૂત પ્રયાસો, વિઝન 2047ને સાકાર કરાશે

આ પણ વાંચો:વિશ્વ સિંહ દિવસ શા માટે ઉજવાય છે? ભારતમાં સંરક્ષણ માટે કયા પ્રયાસો કરાયાં