Ahmedabad News : અબજો રૂપિયાનું ફુલેકુ ફેરવનારો BZ ગ્રૂપનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા જેલમાંથી બહાર આવવા ધમપછાડા કરી રહ્યો છે. જેમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી પર થશે સુનાવણી છે. આજે CID ક્રાઇમ ગ્રામ્ય કોર્ટમાં જવાબ રજૂ કરશે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે,પોલીસ તપાસમાં સહકાર આપશે તેવી ઝાલાએ બાંહેધરી આપી છે. બીજીતરફ હિંમતનગરમાં નોંધાયેલી ફરિયાદ મુદ્દે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના પણ બનાવી હોવાની કબૂલાત કરી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ ઝાલાએ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો.
ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.
બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. બીઝેડના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ
આ પણ વાંચો: પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત
