Gandhinagar News/ ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાતમાં માતા મૃત્યુ દર (MMR) વર્ષ 2001-02 માં 70 હતો જે વર્ષ 2018-19ના રીપોર્ટ પ્રમાણે 57 થયો, બાળ મૃત્યુ દર(IMR) વર્ષ 2017-19માં 30 હતો જે વર્ષ 2018-20માં 23 છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે કરેલા પ્રયાસો સંદર્ભે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અને કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભએ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ખિલખિલાટ, કસ્તુરબા પોષણ સહાય યોજના, નમોશ્રી યોજના જેવી વિવિધ યોજના/કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ગત્ વર્ષ 2024-25ના બજેટમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા નમો શ્રી યોજના અને અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની નાણાકીય સહાય યોજના શરૂ કરાઇ હોવાનું મંત્રીએ કહ્યું હતુ.

અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા બહેનોમાં જોવા મળતા ચિહ્નો

•           2 વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન 6.5 ગ્રામ કે તેથી ઓછું હોય,

•           લોહીનું દબાણ 180/110 mm of Hg કે તેથી વધુ (3 વખતે) હોય અને પગે સોજા આવવો અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવું,

•           ANC તપાસમાં કોઇપણ તબકકે BMI 17 કરતા ઓછો હોય, 6(છ) માસના સગર્ભાવસ્થા બાદ 42 કિલોથી ઓછુ વજન ધરાવતા સગર્ભા માતાઓ,

•           પ્રસુતિ સમયે Placenta Previa ધરાવતા સગર્ભા બહેનો,

•           સીકલ સેલ રોગ/થેલેસેમીયા/હિમોફીલીયાની બિમારી ધરાવતી સગર્ભા બહેનો,

•           ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય (known case of chronic tuberculosis with multi drug resistance),

•           ગર્ભમાં 3 અથવા 3 થી વધુ બાળકો ધરાવતી સગર્ભા બહેનો, અગાઉ 2(બે) પ્રસુતિ દરિમયાન સિજેરીયન કરાવેલ હોય,

•           જે સર્ગભા બહેનોને Chronic Kidney Disease (CKD Grade 2 અથવા વધારેની) હોય,

•           બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબીન 6.5 થી 7 ગ્રામ % .

•           સગર્ભાવસ્થા દરમ્યાન મધુપ્રમેહ,

•           અગાઉ 3 વખત ગર્ભ ઘારણ કરેલ હોય તેવી સગર્ભા બહેનો કે જેઓની આ વખતે ચોથી ડીલીવરી થવાની હોય

•           45 વર્ષ કરતાં વધુ ઉંમર

•           એઇડ્સ

આવા ચિહ્નો ધરાવતી બહેનોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.15,000/-ના ઇન્સેન્ટીવમાંથી રૂ.5000/- પ્રથમ તબક્કે 9 મો મહિનો શરૂ થાય ત્યારે તુરંત અને ત્યારબાદ રૂ.10,૦૦૦/- બીજા તબકકે 7 દિવસના હોસ્પિટલમાં રોકાણ બાદ અથવા તે પછી હોસ્પિટલથી રજા મળે, ત્યારબાદ ડીસ્ચાર્જ સ્લીપ ઉપરથી એક અઠવાડીયામાં DBT મારફતે રકમ તેઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

પ્રતિ લાભાર્થી લેખે જે એક “આશા” દ્વારા સગર્ભા માતાની નોંધણીથી પ્રસુતિના સમય દરમ્યાન અગત્યની તમામ સેવાઓ પુરી પાડવામાં મદદરૂપ થયેલ હોય અને અતિ જોખમી પ્રસુતિની શક્યતા વાળી પ્રસુતામાતાને ડિલીવરી બાદ 7 દિવસના હોસ્પિટલમાં રોકાણ પછી રજા મળ્યા બાદ જે તે “આશા” બહેનને પ્રોત્સાહક રકમ રૂ. 3 હજાર DBT મારફતે તેઓના ખાતામાં ચુકવવામાં આવે છે.

નમોશ્રી” યોજના

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ નમો શ્રી યોજના અંતર્ગત આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. 12,૦૦૦/- ની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. નમો શ્રી યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી કર્યેથી, સગર્ભાવસ્થાનાં 6 માસ પુર્ણ થયેથી, સંસ્થાકીય પ્રસુતી થયેથી અને બાળકનું સંપુર્ણ રસીકરણ થયેથી તબક્કાવાર કુલ  રૂા.12,૦૦૦/- ની સહાય પ્રથમ તેમજ દ્રિતીય સગર્ભાવસ્થા માટે આપવામાં આવે છે.

ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)માં 11 કેટેગરીની બહેનોને લાભ આપવામાં આવે છે, તે જ 11 કેટેગરીની બહેનોને નમો શ્રી યોજના અંતર્ગત લાભ આપવાનું નક્કી થયેલ છે. આ 11 કેટેગરી નીચે મુજબ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ છે (દિવ્યાંગ જન), BPL રેશન કાર્ડ ધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) – આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ, ઇ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિશાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 8 લાખ કરતાં ઓછી છે, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી.

આ યોજના તા: 01.04.2024 થી રાજ્યમાં અમલી છે. અત્યારસુધીમાં કુલ 6,25,736 જેટલા લાભાર્થીઓને (ટોટલ 3 હપ્તાની ચુકવણી) રૂ.151.54 કરોડની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે. આ યોજનાના લાભ માટે સગર્ભા માતા તેઓના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા નજીકનાં સ્ત્રી આરોગ્ય કાર્યકર/આશાનો સંપર્ક કરી શકે છે.

નવજાત બાળકો માટે રાજ્યમાં ઉપલબ્ધ સેવાઓ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે,  અંદાજીત 12 લાખ બાળકોને Home based New born care દ્વારા ઘરે ઘરે જઇને આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. દરેક આરોગ્ય સંસ્થા ખાતે થ્રી ટાયર એપ્રોચ થકી દરેક ડિલીવરી પોઈન્ટ ખાતે કુલ – 1803 New Born Care Corner (NBCC) અને દરેક તાલુકા કક્ષાએ New born Stabilization Unit (NBSU) કુલ-140 કાર્યરત કરાયા છે.

ગંભીર બિમારી ધરાવતા બાળમૃત્યુ દરને રાજયની જાહેર આરોગ્ય સંસ્થાઓ ખાતેના સ્પેશીયલ ન્યુબોર્ન કેર યુનીટ (SNCU) થકી દર વર્ષે 60 હજારથી વધુ બાળકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ વિનામુલ્યે સુનિશ્ચિત કરવામાં આવે છે. 1800 ગ્રામથી ઓછુ વજન ધરાવતા, જન્મજાત ખોડખાંપણ ધરાવતાવાળા તેમજ જટીલ અને ગંભીર બિમારી ધરાવતા બાળકોને (જન્મ સમયે શ્વાસોશ્વાસની તકલીફ, ચેપ લાગી જવો, કમળો, જન્મ સમયે ગર્ભનું પાણી પી જવું, અધુરા માસે જન્મેલ બાળકો) ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ અલાયદા યુનિટમાં વિના મુલ્યે સારવાર અપાય છે.

રાજયમાં મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલો ખાતે  કુલ – 58 સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટો કાર્યરત છે. છેલ્લા 2 વર્ષમાં 2.36 લાખ જેટલા નવજાત શિશુને ગંભીર બિમારીનાં લક્ષણો જણાતા  સત્વરે 108 મારફતે નજીકના ન્યુબોન કેર યુનિટ (NBSU) અથવા સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU) ખાતે રીફર કરીને સારવાર અપાઇ છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાંથી માતા અને બાળમૃત્યુદર સંપૂર્ણપણે ઘટાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે જ વર્ષ 2001-03 માં ભારતમાં માતામૃત્યુદર 301 હતો જ્યારે ગુજરાતમાં 172, અને વર્ષ 2018-20માં ભારતમાં રહેલ માતામૃત્યુદર 97ની સામે ગુજરાતમાં 57 થયો છે. તેવી જ રીતે વર્ષ 2001માં ભારતમાં બાળમૃત્યુદર(IMR) 66 ની સામે ગુજરાતમાં 60 હતો. જે છેલ્લે વર્ષ 2020માં ભારતમાં 28ની સામે ગુજરાતમાં 23 છે. (ડેટા સોર્સ- SRS) IMR-(Infant Mortality Rate) વર્ષ દરમિયાન જીવતાં જન્મેલાં દર 1000 બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા, MMR(Maternal Mortality Ratio) દર 1 લાખ પ્રસુતિએ મૃત્યુ પામતી માતાઓની સંખ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 588 કરોડના ખર્ચે 2 હજારથી વધુ બેડની ક્ષમતાવાળી નવીન હોસ્પિટલ નિર્માણ થ

આ પણ વાંચો: ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ દેશમાં કુલ 121 કરોડ, જ્યારે ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર