Rajkot News : રાજકોટમાં આજથી તોલ-માપ ખાતાની રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તોલ-માપ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તોલ-માપ વિભાગ દ્વારા ભીલવાસમાં આવેલ પેટ્રોલ પંપ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. તોલ-માપ ખાતાના ચેકિંગને પગલે પેટ્રોલ પંપ સંચાલકોની પોલ ખુલી ગઈ હતી.
જેમાં નિયત પ્રમાણ કરતા ઓછું ઇંધણ ભરી અપાતું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. 5 લીટર પેટ્રોલ પર 35 મિલીની કટકી થતું હોવાનું પણ સામે આવ્યું હતું. જેને પગલે તોલ-માપ ખાતા દ્વારા તાત્કાલિક સ્થલ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેને પગલે પેટ્રોલની 2, ડિઝલની 1 સહિત 3 નોઝલ સીલ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ તોલ-માપ ખાતું સક્રિય થતા લેભાગુઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની આ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરશે, જાણો કેવી રીતે અરજી કરવી
આ પણ વાંચો: હર્ષ સંઘવી; મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય
