National News : કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે (05,માર્ચ-2025) રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. આનાથી કેદારનાથ પહોંચવાનું સરળ બનશે. આ સાથે અન્ય એક પ્રોજેક્ટ હેમકુંડ રોપવેને પણ કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. જે અંતર પહેલા 9 કલાકનું હતું તે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી માત્ર અડધો (30 મિનિટ) કલાકમાં જ કાપવામાં આવશે.
#WATCH | Delhi: Union Cabinet today approved development of 12.9 km long ropeway project from Sonprayag to Kedarnath in Uttarakhand under National Ropeways Development Programme – Parvatmala Pariyojana
Union Minister Ashwini Vaishnaw says, "The big advantage of this will be that… pic.twitter.com/DgWEbR88jV
— ANI (@ANI) March 5, 2025
આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ થશે કે હાલમાં 8-9 કલાકની મુસાફરી ઘટીને 36 મિનિટ થઈ જશે. આ રોપવેમાં એક સમયે 36 લોકો બેસી શકશે. આ પ્રોજેક્ટથી હેમકુંડ પહોંચવાનું પણ સરળ બનશે. હેમકુંડ પ્રોજેક્ટ માટે ₹2730 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે રોપવે પણ બનાવવામાં આવશે. આનાથી કેદારનાથ પહોંચવું ખૂબ જ સરળ બનશે. કેબિનેટે કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે 4081 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
#WATCH | Union Cabinet today approved development of 12.4 km long ropeway project from Govindghat to Hemkund Sahib in Uttarakhand, under National Ropeways Development Programme – Parvatmala Pariyojana pic.twitter.com/8WuKJ1CvcH
— ANI (@ANI) March 5, 2025
સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) મોડ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની જાહેરાત સૌપ્રથમ ઓક્ટોબર 2022માં “પર્વતમાલા પ્રોજેક્ટ” કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દૂરના પહાડી વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
આ રોપવે જાહેર ખાનગી ભાગીદારીમાં વિકસાવવાની યોજના છે અને તે સૌથી અદ્યતન ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા ટેકનોલોજી (Advanced Tri-Cable Detachable Gondola) પર આધારિત હશે. આ રોપવે દ્વારા પ્રતિ કલાક એક દિશામાં 1800 મુસાફરો મુસાફરી કરી શકશે, જ્યારે તેમની સંખ્યા એક દિવસમાં 18 હજારથી વધુ હશે.
આ પણ વાંચો: ચારધામ યાત્રા; કેદારનાથ અને બદ્રીનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે ? જાણો તારીખ
આ પણ વાંચો: કેદારનાથ ધામના કપાટ બંધ થતા હવે ક્યાં પૂજા કરવામાં આવશે
આ પણ વાંચો: ભોલેનાથનો આશ્રય લેવા બદ્રીનાથ અને કેદારનાથ ધામ પહોંચ્યા મુકેશ અંબાણી, જાણો કેટલું આપ્યું દાન
