Bhavnagar News/ ચિત્રા SBI બેન્ક બહાર રૂપિયા 75 લાખની લૂંટ, ગણતરીના કલાકોમાં 3 આરોપી પકડાયા

SBI બેન્ક બહાર થયેલી 75 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, પોલસે 3 આરોપીની 75 લાખ સાથે ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others

Bhavnagar News : ભાવનગરમાં ગઈકાલે ચિત્રા SBI બેન્ક બહાર થયેલી 75 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ કરનારા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને લૂંટનો મુદ્દામાલ પણ રિક્વર કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી 74.50 લાખ રૂપિયા રિક્વર કર્યા છે.

પોલીસે 4 જેટલી ટીમો બનાવીને ગણતરીની કલાકોમાં જ ગુનો શોધી કાઢ્યો હતો અને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ગઈકાલે સાંજે ચિત્રા SBI બેન્ક બહાર જ 3 શખ્સોએ છરી બતાવીને રૂપિયાની લૂંટ કરી હતી. ફરિયાદી યાકુબ અલી રાજાણી અને મહંમદઅલી લાખાણી બેન્કમાંથી રૂપિયા લઈને નીકળતા હતા, એ દરમ્યાન 3 શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી હતી. હવે પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માટે માગણી કરશે.

ભાવનગર શહેરની ચિત્રા SBI બેન્ક બહાર 75 લાખ રોકડા રૂપિયાની લૂંટના મામલે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગત મોડી રાત્રીના બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડના વેપારી યાકુબ અલી રાજાણીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કોઈ અજાણયા 3 ઈસમોએ છરીની અણીએ રૂપિયા 75 લાખની લૂંટ કરી હતી.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એસ.પી, એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભાવનગર SP ડો.હર્ષદ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે APMCના વેપારીના રૂપિયા લેવા માટે તેમના 2 માણસો ચિત્રા SBI બેન્ક ઉપર આવ્યા હતા અને એ સમયે તેમની પાસેથી 3 જેટલા ઈસમો લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો:પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ