પંચમહાલના ગોધરામાં એક હત્યાની ચકચારી ઘટના બની હતી. અહીં લગ્ન પહેલા જ યુવતીની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં લગ્નની શરણાઈઓ વાગવાની જગ્યાએ મરશિયા ગવાઈ રહ્યા છે. યુવતીની હત્યા કેમ કરવામાં આવી છે એ અંગે હજી કોઈ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે યુવતીના પિતા અને કાકાની પણ જમીનના વિવાદમાં હત્યા કરવામાં આવી હતી.
રાયસીંગપુરાના મહાદેવ ફળીયામાં 19 વર્ષિય ભુમીકા વિક્રમસિંહ રાઠોડ કાકા સાથે રહેતી હતી. ભુમિકાની સગાઇ ઘોઘંબાના યુવક સાથે થતાં તેનું લગ્ન 23 મેના રોજ રાખેલ હતું. ગુુરુવારે ભુમિકાના કાકાના મોબાઇલ પર સગાઇ કરેલ યુવકનો ફોન આવતાં વાતો કર્યા બાદ ખાટલામાં માતા સાથે કાકાનો મોબાઇલ લઇને સુઇ ગઇ હતી. રાતે પોણા અગીયાર વાગે ફરીથી ફોન આવતાં તે ફોન પર વાતો કરતી ઘરની બહાર નીકળી હતી.

આ પણ વાંચો : જીએસટીની કાર્યવાહીમાં જપ્ત કરાયેલી ખાનગી વાહનને છોડાવવા માટે હાઇકોર્ટમાં કરાઈ અરજી
દરમિયાન ભૂમિકાનો મૃતદેહ પોતાના ઘરની નજીક આવેલા ખેતરમાં લોહીથી લદબદ હાલતમાં પડેલો જોવાયો હતો. જેથી પૃથ્વીરાજસિંહ અને સ્વજનોએ બનાવ અંગે વેજલપુર પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરતાં ભૂમિકાના ગળાના ભાગે હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાય આવ્યું હતું.
![]()
રાત્રે 12 વાગે ભુમિકાનો ભાઇ પૃથ્વીરાજસિહ નોકરી પરથી ઘરે આવતાં તેને ન જોતા સભ્યોને જગાડયા હતા. બેટરીના અજવાળે આસપાસ શોધખોળ કરતાં ઘરની બાજુના ખેતરમાં ભુમીકાનું ધારદાર હથીયાર વડે ગળું કાપેલી હાલતમાં લાશ મળી હતી. બનાવને પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. વેજલપુર પોલીસ મથકે કાકાએ ફરીયાદ નોધાવી હતી.

આ પણ વાંચો :ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન અમદાવાદ માં શરૂ
રાયસિંગપુરા ગામની ભૂમિકા રાઠોડના પિતા અને તેના કાકા સાથે જમીનમાં રસ્તા મુદ્દે ઝગડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન તેણીના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે કાકાનું સારવાર દરમિયાન 15 દિવસ પછી મૃત્યુ નીપજ્યું હતું જે અંગે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને હત્યારાને સજા પણ થઈ હતી.
આ પણ વાંચો :રાજકોટ ઝૂમાં પ્રાણીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ
આ પણ વાંચો :કોરોનાના દર્દીઓ માટે મ્યુકોરમાઇકોસિસ બન્યો ખતરો, સુરતમાં ઘણા દર્દીઓએ ગુમાવી આંખ

