Ahmedabad News: રાજ્યમાં વધુ એક પોલીસ (Police) અધિકારીનું મૃત્યુ થયું છે. અમદાવાદ(Ahmedabad)માં ફરજ બજાવતા P.I. આર.એલ. ખરાડીનું હાર્ટ એટેક (Heart Attack)ના કારણે નિધન થયું છે. જેના કારણે પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો છે.
પીઆઈ ખરારી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થયો અને પોલીસ કર્મચારીઓએ તેમને સ્થળ પર જ CPR આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા અને તેમનું મૃત્યુ થયું.
હાર્ટ ફેલના લક્ષણો
શ્વસન તકલીફ
થાક
પગમાં સોજો
હૃદયના ધબકારામાં ફેરફાર
છાતીમાં દુખાવો
હાર્ટ એટેકના લક્ષણો શું છે?
તીવ્ર છાતીમાં દુખાવો
ડાબા હાથમાં દુખાવો
ખભા અને પીઠનો દુખાવો
શ્વસન તકલીફ
હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખવું
ખોરાકને સ્વસ્થ બનાવો.
દરરોજ ઓછામાં ઓછી 45 મિનિટ કસરત કરો અથવા ચાલો.
વહેલા સૂવાનો અને વહેલા જાગવાનો નિત્યક્રમ બનાવો, ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લો.
ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો.
સોશિયલ મીડિયા પર હાર્ટ વિશે ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપો, ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચો:કેટલા પ્રકારના હોય છે શાકાહારીઓ? વેજીટેરિયન વીગનથી કેટલા અલગ હોય છે
આ પણ વાંચો:તમારા માટે ખાલી પેટ માટે શ્રેષ્ઠ ખોરાક કયો કહેવાય?
આ પણ વાંચો:5 રીતે આદુનું સેવન પુરૂષો માટે શ્રેષ્ઠ મનાય છે, જાતીય સમસ્યાઓ માટે તો રામબાણ ઈલાજ
