Rajkot News/ વીરપુર જલારામ બાપા વિશે ટિપ્પણી મામલે સાંસદ પરિમલ નથવાણીએ X પર કરી પોસ્ટ

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી

Top Stories Gujarat Breaking News

Rajkot News: હળવદ(Halvad)માં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનો વીડિયો વાયરલ (Video Viral) થયો હતો. વીડિયોમાં સ્વામી કહી રહ્યા છે કે ચરણબાઈએ મંત્ર કરેલો દોરો પહેર્યો હતો તેથી ભગવાન સ્વામીનારાયણ ભક્તને દર્શન આપ્યા વિના ચાલ્યા ગયા હતા. વાયરલ વીડિયો હરિકૃષ્ણ ધામના સ્વામીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો બહાર આવ્યા બાદ હાલ ચારણ સમાજમાં રોષ ફેલાયો હતો, ત્યારે આ મામલે સાંસદ પરિમલ નથવાણીએ સ્વામીને માફી માંગવા કહ્યું છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ‘સ્વામીએ વીરપુર આવીને માંગવી જોઈએ માફી’ તેમ કહ્યું હતું. જલારામ બાપા વિશે ટિપ્પણી કરી સમાજની લાગણી દુભાવી છે. સ્વામી તાત્કાલિક વીરપુર આવી માફી માંગી જાય તેમ પણ પોસ્ટમાં કહ્યું છે.

અગાઉ સંપ્રદાય દ્વારા ભગવાન શિવ અને માતા પાર્વતીના ઘોર અપમાનને કારણે બ્રાહ્મણ સમુદાય અને શિવભક્તોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય આ સમયે વિવાદોના વમળમાં ફસાયેલો હોય તેવું લાગે છે. સનાતન ધર્મ પ્રત્યે સંપ્રદાયના અનુયાયીઓનું અજ્ઞાન છતું થયું હોવાનું દેખાઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સ્વામીઓ વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે, પોતાને ‘અહમ બ્રહ્માસ્મિ’ ગણાવી રહ્યા છે. અને આ કારણોસર, સ્વામિનારાયણ સંપ્રદાય આ સમયે લોકોના ગુસ્સાનો સામનો કરી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વીડિયો વાયરલ

આ પણ વાંચો:હળવદમાં ચારણબાઈ પર સ્વામીનો બફાટ, ચારણ સમાજમાં રોષ

આ પણ વાંચો:અમરેલીના બગસરામાં સ્વામીનારાયણના સ્વામીનું વધુ એક કારસ્તાન