Morbi News/ હળવદમાં ચારણબાઈ પર સ્વામીનો બફાટ, ચારણ સમાજમાં રોષ

ગંભીર બીમારીને કારણે, જીવરાજભાઈએ સંતોને પ્રાર્થના કરી કે તેઓ ભગવાન સ્વામિનારાયણને ધામમાં લઈ જવા માટે વિનંતી કરે

Top Stories Gujarat Breaking News

Morbi News: હળવદ(Halvad)માં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. સ્વામીનો ઠપકો આપતો એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે. વીડિયોમાં સ્વામી કહી રહ્યા છે કે ચરણબાઈએ મંત્ર કરેલો દોરો પહેર્યો હતો તેથી ભગવાન સ્વામીનારાયણ ભક્તને દર્શન આપ્યા વિના ચાલ્યા ગયા હતા. વાયરલ વીડિયો હરિકૃષ્ણ ધામના સ્વામીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો બહાર આવ્યા બાદ હાલ ચારણ સમાજમાં રોષ ફેલાયો છે.

અગાઉ સંપ્રદાય દ્વારા ભગવાન શિવ અને માતા પાર્વતીના ઘોર અપમાનને કારણે બ્રાહ્મણ સમુદાય અને શિવભક્તોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય આ સમયે વિવાદોના વમળમાં ફસાયેલો હોય તેવું લાગે છે. સનાતન ધર્મ પ્રત્યે સંપ્રદાયના અનુયાયીઓનું અજ્ઞાન છતું થયું હોવાનું દેખાઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સ્વામીઓ વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે, પોતાને ‘અહમ બ્રહ્માસ્મિ’ ગણાવી રહ્યા છે. અને આ કારણોસર, સ્વામિનારાયણ સંપ્રદાય આ સમયે લોકોના ગુસ્સાનો સામનો કરી રહ્યો છે.

આ વીડિયોમાં ભક્તિ હરિ સ્વામી કહી રહ્યા છે કે જીવરાજભાઈ નામનો એક ભક્ત બીમાર પડ્યો હતો. ગંભીર બીમારીને કારણે, જીવરાજભાઈએ સંતોને પ્રાર્થના કરી કે તેઓ ભગવાન સ્વામિનારાયણને ધામમાં લઈ જવા માટે વિનંતી કરે. પણ સંતોએ કહ્યું કે તમે ધામ જવાની ઉંમરના નથી. તમારે હજુ ઘણું જીવવાનું છે, તમારે તમારા દીકરા-દીકરીઓનું ધ્યાન રાખવું પડશે. તેથી ભગવાન તમને ધામમાં લઈ જશે નહીં પણ તમને સાજા કરશે. વધુમાં જણાવાયું છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભક્ત જીવરાજભાઈને દર્શન આપવા જાય છે, દરમિયાન ચારણબાઈએ કંઠી સાથે મંત્રેલો દોરો પહેર્યો હતો.

આ જોઈને, ભગવાન ભક્તને દર્શન આપવાને બદલે તેમના પરિવાર પાસે જાય છે અને તેમને દર્શન આપે છે. પછી ભગવાન પરિવારના સભ્યોને કહે છે કે હું ભક્તને દર્શન આપવા ગયા હતા પણ પાછા ફર્યા, કારણ કે ચારણબાઈએ ગળામાં દોરો પહેર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વીડિયો વાયરલ

આ પણ વાંચો:સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સંતે કર્યો બફાટ, નવરાત્રિને ગણાવી લવરાત્રિ

આ પણ વાંચો:અમરેલીના બગસરામાં સ્વામીનારાયણના સ્વામીનું વધુ એક કારસ્તાન