Ahmedabad News: અમદાવાદ હવે ગાંજાની હેરફેર માટે મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે. ગુજરાતનું અમદાવાદ શહેર હવે સ્માર્ટસિટીમાંથી ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યુ છે. આના પગલે હવે અમદાવાદ ગાંજાની હેરફેરમાં આગળ પડતું સ્થાન ધરાવતું શહેર બની ગયું છે. હવે ગાંજાની હેરફેરની ખાસિયત એવી થઈ છે કે પહેલા તો પુરુષો અને યુવાનો જ પકડાતા હતા પમ હવે મહિલાઓ પણ પકડાવવા લાગી છે.
શહેરના વટવા ગરીબ આવાસ યોજનાના મકાનમાંથી ગાંજો ઝડપાયો.એસઓજી ક્રાઇમે આશરે દોઢ લાખની કિંમતનો 14 કિલો 450 ગ્રામ જેટલા ગાંજા સાથે શબનમબાનું શેખ નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલા પાસેથી ગાંજો મંગાવનાર આરોપીઓ અબ્દુલ માજીદ મલેક તેમજ કાયનાત સૈયદ ફરાર છે.
ગાંજાનો જથ્થો પુરો પાડનાર સુરતનો અશ્વિનીકુમાર પણ ફરાર છે. આ મામલે એસઓજીએ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આમ પકડાયેલા ગાંજાનો છેડો છેક સુરત સુધી અડ્યો છે. અશ્વિનીકુમાર સુરતનો હોવાથી આ અંગે સુરત પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. અશ્વિનીકુમાર અંગે વધુ વિગત માંગવામાં આવી છે.
આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા
આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો
