World News : ચીનના શેનઝેન શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લિયુ જિયા નામની 30 વર્ષીય મહિલાએ પ્રેમજાળનો સહારો લઈને 36 જેટલા પુરુષોને છેતરીને તેમની પાસેથી ઘર ખરીદાવ્યા. આ મહિલાની મોડસ ઓપરેન્ડી એટલી ચતુરાઈભરી હતી કે પીડિત પુરુષોને છેતરાયાનો અહેસાસ પણ ન થયો.
લિયુ જિયાએ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સનો ઉપયોગ કરીને 36 જેટલા પુરુષો સાથે સંપર્ક સ્થાપિત કર્યો. તેણે દરેક પુરુષને એવી રીતે વિશ્વાસમાં લીધો કે તેઓ તેની સાથેના સંબંધને ગંભીરતાથી લેવા લાગ્યા. શરૂઆતમાં તે તેમની સાથે ફરવા જતી, મોંઘી ભેટો આપતી અને તેમની સાથે ભવિષ્યના સપનાંઓ પણ વહેંચતી હતી.
થોડા સમય પછી લિયુ જિયા તેના પ્રેમીઓને ચીનના શેનઝેનથી 90 કિલોમીટર દૂર આવેલા હુઇઝોઉ અથવા ગુઆન્ગડૉન્ગ પ્રાંતમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવા માટે સમજાવતી હતી. તે તેમને કહેતી હતી કે આ એક રોકાણ છે અને ભવિષ્યમાં તેનાથી ખૂબ ફાયદો થશે. તેમાંથી કેટલાક પુરુષોને એવો વિશ્વાસ પણ અપાવવામાં આવ્યો હતો કે લગ્ન પછી તેઓ આ ઘરમાં સાથે રહેશે.
અતાઓ નામના એક યુવાને જણાવ્યું કે જિયાએ તેને કહ્યું હતું કે જો તે ઘર ખરીદશે તો જ તેનાં માતા-પિતાને મળવા અને તેમની સાથે રહેવા સંમત થશે. અતાઓનો વિશ્વાસ જીતવા તેણે ફ્લેટના ડાઉન પેમેન્ટ માટે 30,000 યુઆન (3.6 લાખ રૂપિયા) આપવાની ઓફર કરી હતી. ઘર ખરીદ્યા પછી જિયાએ અતાઓ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. હવે અતાઓએ શેનઝેનમાં પોતાના ઘરના ભાડા ઉપરાંત હોમ લોનના હપ્તાઓ પણ ભરવા પડે છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પ્રેમના પ્રપંચનો પર્દાફાર્શ થયો છે. આ ઘટનાથી યુવાનોએ ચેતીને રહેવું જોઈએ.
આ પણ વાંચો:IIFA એવોર્ડ 2025: ‘લાપતા લેડીઝ’ 10 પુરસ્કારો જીત્યા, શ્રેષ્ઠ અભિનેતા કાર્તિક આર્યન
આ પણ વાંચો:અનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડયૂં, કહ્યું ‘બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છે’
આ પણ વાંચો:પ્રિયંકાની ‘અનુજા’ ફિલ્મ ચુકી ગઈ ઓસ્કાર, પરંતુ DNEGએ અપાવ્યો એવોર્ડ
