Surat News/ RTI નો દુરુપયોગ કરીને યુવક તોડ કરતો, એક જ યુવકે 1034 RTI અરજીઓ દાખલ કરી હતી

માહિતી અધિકાર અધિનિયમ (RTI) નો દુરુપયોગ કરી લોકોને ધાકધમકી આપી ખંડણી ઉઘરાવતા એક વ્યક્તિને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat

Surat News : સુરત શહેરમા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરમાં માહિતી અધિકાર અધિનિયમ (RTI) નો દુરુપયોગ કરી લોકોને ધાકધમકી આપી ખંડણી ઉઘરાવતા એક વ્યક્તિને સચિન GIDC પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી જસવંત બ્રહ્મભટ્ટ, જે ‘ક્રાંતિ ધર્મ’ નામના એક સ્થાનિક અખબારના સહ તંત્રી છે, તેણે પોતાના ભાઈ અને પુત્ર સાથે મળીને છેલ્લા કેટલાક સમયથી RTI નો દુરુપયોગ કરી અનેક લોકોને પરેશાન કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, જસવંત બ્રહ્મભટ્ટે એકલા હાથે 1034 RTI અરજીઓ દાખલ કરી હતી, જ્યારે તેના પરિવારજનો સાથે મળીને કુલ 2734 RTI અરજીઓ દાખલ કરી હતી. આ RTI અરજીઓનો ઉપયોગ આરોપીઓ દ્વારા સચિન ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ધરાવતા લોકોને નિશાન બનાવવા માટે થતો હતો. તેઓ લોકોને તેમની મિલકતો તોડી પાડવાની ધમકી આપતા અને બદલામાં મોટી રકમની માંગણી કરતા હતા.

સચિન GIDC પોલીસે આ મામલે 2 અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે આરોપીઓએ આ રીતે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે. આ ઘટનાએ RTI ના દુરુપયોગ અંગે ચિંતા વધારી છે. પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ RTI ના નામે તેમને ધમકી આપે અથવા ખંડણી માંગે તો તેઓ તરત જ પોલીસનો સંપર્ક કરે.

તાજેતરમાં, ગુજરાત વિધાનસભામાં એક ભાજપના ધારાસભ્યએ RTI નો દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ RTI ને પૈસા કમાવવાનું સાધન બનાવી દીધું છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ