Rajkot News/ રાજકોટ : ફરી એકવાર વોકહાર્ટ હોસ્પિટલ આવી વિવાદમાં

નાની સર્જરીમાં વોકહાર્ટ હોસ્પિટલે ફટકાર્યું તોતિંગ બિલ

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જેમાં વોકહાર્ટ હોસ્પિટલે નાની સર્જરીમાં તોંતિગ બિલ ફટકારતા આ વિવાદ સર્જાયો છે. આ બનાવની વિગત મુજબ હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકની નાની સર્જરી કરવામાં આવી હતી. જેમાં બાળકના હાથમાં માત્ર 8 ટાંકા લેવામાં આવ્યા હતા અને તેને 24 કલાક હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવ્યો હતો. બાદમાં હોસ્પિટલ દ્વારા 24 કલાકનું તોતિંગ બિલ ફટકારવામાં આવ્યું હતું.

હોસ્પિટલ દ્વારા મેડિકલેમ હેઠળ સારવાર આપવામાં આવી હતી. 24 કલાક બાદ દાખલ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલે હાથમાં 8 ટાંકાનું 1 લાખ 60 હજાર તોતિંગ બિલ આપ્યું હતું. એટલું જ નહી બાળક સાંજે એડમિટ થયું છતાં બીલમાં સવારના ચાર્જ લગાવવામાં આવ્યા હતા. તે સિવાય સવારના સમયના ડોક્ટરની વિઝીટના ચાર્જીસ બીલમાં લગાવાયા હતા. બાળકને હાથમાં ઓપરેશન નહી પણ માત્ર ટાંકા જ લેવામાં આવ્યા હતા.

દર્દીના સગા પાસે હોસ્પિટલે રૂ. 10 હજાર રોકડા પણ ભરાવ્યાં હતા. બાળકના દાદા વોકહાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. બીલ પ્રમાણે જો હિસાબ કરાય તો એક ટાંકાના 22,800 રૂપિયા થવા જાય છે. દેશની કોઈપણ હોસ્પિટલમાં ટાંકા લેવાનો આટલો મોટો ચાર્જ નથી એક ટાંકાના 22,800 રૂપિયા વસુલાતા વોકહાર્ટ હોસ્પિટલ પર આક્ષેપ થયા છે. અગાઉ પણ ઉપલેટાની દીકરીની સર્જરીમાં ખામીના આક્ષેપ લાગ્યા હતા.ત્યારે વોકહાર્ટ હોસ્પિટલ પર વધુ ગંભીર આક્ષેપ થતા ચકચાર મચી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ