Surendranagar News : સુરેન્દ્રનગરમાં એક ઘરમાં જુગાર રમાતો હોવાની માહિતીને આધારે SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટ પાછળ આંબેડકરનગરમાં આવેલા એક મકાનમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 9 આરોપીને ઝડપી લીધા હતા.
તેમની પાસેથી પોલીસે રૂ.5,41,320 રોકડા, 9 મોબાઈલ અને સાત વાહનો મળીને કુલ રૂ. 23,05,590 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પાંચ આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ સુરેન્દ્રનગર બી ડિવીઝન પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
