નવી દિલ્લી: પાકિસ્તાન તરફથી બોર્ડર પર સતત ઘુસણખોરી કરવાતમાં આવી રહ્યું છે તેના પર તીખી પ્રતિક્રિયા આપતા ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનને કહ્યું છે કે સરહદ પર ફાયરિંગ અને ઘૂસણખોરી નહીં રોકો તો ભારત ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. સેના પ્રમુખે પાકિસ્તાનથી એલઓસી પર યુદ્ધવિરામનું સમ્માન કરવાની અપીલ કરી હતી.
આતંકી હુમલાની વાત કરતા સેના પ્રમુખ બિપિન રાવતે ચેતવણી આપી કે જો પાકિસ્તાન સુધરશે નહીં તો ભારતની પાસે સર્જિકલ સ્ટ્રાઈકનો રસ્તો ખુલ્લો છે. સેના પ્રમુખના મતે, સર્જિકલ સ્ટ્રાઈક પછી એલઓસી પર ફાયરિંગની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. જો કે હાફિઝ સઈદ જેવા આતંકીઓની ધમકીઓ વધી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની સેનામાં જ રહીને હાફિઝ જેવા આતંકી હિંદુસ્તાનને આતંકી હુમલાની ધમકી આપી રહ્યા છે. હાફિઝ સઈદે એક ઑડિયો જાહેર કરી ભારતની સર્જિકલ સ્ટ્રાઈકને ખોટી ગણાવી છે. હાફિઝ સઈદે ઑડિયોમાં ખોટા દાવા કર્યો છે કે થોડાક દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીરના અખનૂરમાં જે આતંકી હુમલો થયો હતો, તે પાકિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઈક હતી. પોતાના ખોટા દાવામાં હાફિઝે કહ્યું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈકની ખોટી ફિલ્મ બનાવી દુનિયાને ભ્રમમાં નાંખી, પરંતુ અમે દેખાડી દીધું કે સર્જિકલ સ્ટ્રાઈક શું હોય છે.
