Rajkot News: રાજકોટ (Rajkot) શહેરમાં માલવિયા નગર રોડ પર કાર ચાલકે વૃદ્ધ અને છોકરીને ટક્કર મારતા વૃદ્ધનુંં ઘટનાસ્થળે મોત (Death) નિપજ્યું હતું. સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ શહેરના માવડી મેઈન રોડ પર ભારત પેટ્રોલ પંપ નજીક એક 69 વર્ષીય વૃદ્ધ પ્રફુલભાઈ ઉનડકટ વાહન ચલાવી પેટ્રોલ પુરાવા જઈ રહ્યાં હતા, ત્યારે 100 થી 120ની કિમીની ઝડપે આવી રહેલી કારે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેમનુંં મોત નિપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલક નબીરા નશામાં હતો અને કારની ગતિ 100 થી 120 હતી, કારમાં બે યુવતીઓ અને બે યુવકો પણ સવાર હતા. અકસ્માત સર્જાતા બે યુવતીઓ ફરાર થઈ ગઈ હતી. કારમાં સવાર બે યુવકોને સ્થાનિકોએ દબોચ્યા હતા.
સ્થાનિકોએ બે યુવકોને પોલીસને સોંપ્યા હતા. આરોપીઓની ઓળખ ઋત્વિક પટોળિયા, ધ્રુવ કોટક તરીકે થઈ છે. હાલ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે કારચાલકો નશામાં હતા. જેથી બેફામ કાર ચલાવી વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા.

આ ઘટનાની જાણ તાત્કાલિક માલવિયાનગર પોલીસને કરતા બંનેની અટકાયત કરી હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અગાઉ રાજકોટના 150ના રિંગ રોડ પર મોડી રાત્રે કાર ચાલકે 3 કાર સાથે એક બાળકીને અડફેટે લેતાં મોટો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો, સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરી દેવાઈ હતી. કારની ટક્કરથી અન્ય બે કારના બોનેટ તૂટી ગયા હતા. કાર ચાલકોને પણ નાની મોટી ઇજા થઈ હતી જ્યારે એક બાળકી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પોલીસે ગુનો દાખલ કરી લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તેમજ CCTVના આધારે દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો:બનાસકાંઠામાં શિક્ષકની આત્મહત્યાના કેસમાં ફરિયાદ દાખલ
આ પણ વાંચો:વડોદરામાં 17 વર્ષીય કિશોરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટ મળી આવી
આ પણ વાંચો:રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, ઝાડ પર મળી આવ્યા મૃતદેહો
