Not Set/ 500 બાળકીઓ સાથે કર્યું દુષ્કર્મ, 38 વર્ષિય આરોપીએ પોલીસ સમક્ષ કરી કબૂલાત

નવી દિલ્હીઃ ન્યૂ અશોક નગર વિસ્તારમાં નાની બાળકીઓ સાથે યૌન શોષણ કરવાના આરોપમાં 38 વર્ષના સુનીલ રસ્તોગીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સુનિલ બાળકીઓને નિશાન બનાવતો હતો અન કહેતો કે,  તારા પપ્પા તને બોલાવે છે. તને સામાન આપવાનો છે. એવી રીતે સગીર બાળકીઓ તેની વાતોમાં આવી જતી હતી. આરોપી તકનો લાભ લઇને સુમસાન […]

Uncategorized

નવી દિલ્હીઃ ન્યૂ અશોક નગર વિસ્તારમાં નાની બાળકીઓ સાથે યૌન શોષણ કરવાના આરોપમાં 38 વર્ષના સુનીલ રસ્તોગીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સુનિલ બાળકીઓને નિશાન બનાવતો હતો અન કહેતો કે,  તારા પપ્પા તને બોલાવે છે. તને સામાન આપવાનો છે. એવી રીતે સગીર બાળકીઓ તેની વાતોમાં આવી જતી હતી. આરોપી તકનો લાભ લઇને સુમસાન જગ્યાએ લઇ જઇને બાળકીઓ સાથે બળાત્કાર કરતો હતો. આરોપી વિરુદ્ધ રુદ્રપુર અને દિલ્હી, ગાજિયાબાદમાં પણ છેડછાડ અને ચોરીના કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રસ્તોગીએ કબૂલ કર્યું હતું કે, તેણે 500 થી વધુ બાળકીઓ સાથે છેડછાડ અને અડપલા કર્યા છે. જોકે પોલીસે આરોપીના દાવાની પુષ્ટી નથી કરી.

પોલીસનો દાવો છે કે પૂર્વ દિલ્હીમાં દરજીની દુકાન પર કામ કરી ચૂકેલા આ શખ્સે લગભગ 12 વર્ષોમાં દિલ્હી, ગાજિયાબાદ અને રુદ્રપુરમાં તમામ ગુનાઓને અંજામ આપ્યો છે.  તેના નિશાના પર સ્કૂલથી ઘરે થઈ રહેલી 8થી 10 વર્ષની બાળકીઓ રહેતી હતી.  તે બાળકીઓને કહેતો હતો કે તેના પેરેન્ટ્સે ચોકલેટ મોકલી છે. પછી બાળકીને નિર્જન સ્થળે લઈ જઈને દુષ્કર્મ કરતો હતો.  13 ડિસેમ્બર 2016ના રોજ તેણે દિલ્હીની ન્યૂ અશોક નગરમાં 7 વર્ષની બાળકીને કિડનેપ કરીને દુષ્કર્મ કર્યું હતું. પછી 10 જાન્યુઆરીના રોજ બે બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું હતું. તમામ મામલાઓમાં એક જ રીત અપનાવવામાં આવી હતી.