Not Set/ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ શેર કર્યો વિડીયો, એક્ટર માટે માંગ્યો ન્યાય

બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના એક્સ બોયફ્રેન્ડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે ન્યાયની લડાઇમાં ઉભી છે. તેણે આ કેસની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસની માંગણી કરતાં સુશાંતના પરિવારને ટેકો આપ્યો છે. તાજેતરમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટ કર્યું હતું કે, હવે સત્ય જાણવા અને ન્યાય મળે તેવો સમય આવી ગયો છે. […]

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના એક્સ બોયફ્રેન્ડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે ન્યાયની લડાઇમાં ઉભી છે. તેણે આ કેસની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસની માંગણી કરતાં સુશાંતના પરિવારને ટેકો આપ્યો છે. તાજેતરમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટ કર્યું હતું કે, હવે સત્ય જાણવા અને ન્યાય મળે તેવો સમય આવી ગયો છે. કૃપા કરી અમારા કુટુંબને અને આખી દુનિયાને સત્ય શું છે તે જાણવામાં સહાય કરો અને તેને બંધ કરો, નહીં તો આપણે ક્યારેય શાંતિપૂર્ણ જીવન નહીં જીવીએ !! તમારો અવાજ ઉઠાવો અને ન્યાયની માંગ કરો.

અંકિતા લોખંડેએ સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તી અને કંગના રનૌતનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. બીજી પોસ્ટમાં અંકિતાએ સુશાંતની બહેનને ટેકો આપતા લખ્યું, ‘દીદી, આપણે સત્ય શોધીશું અને ન્યાય મેળવીશું’.

View this post on Instagram

#justiceforsushantsinghrajput. #CBIforSSR

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એકતા કપૂરના ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર મળ્યા બાદ છ વર્ષ સુધી એકબીજને ડેટ કરી રહ્યા હતા. અંકિતા લોખંડે સુશાંત વિશે નિયમિત પોસ્ટ્સ શેર કરી રહી છે. અભિનેત્રીએ અનેક પ્રસંગોમાં એવું પણ કહ્યું છે કે તેને લાગે છે કે “સુશાંત આત્મહત્યા કરી શકે નહીં”. 14 જૂને સુશાંત મુંબઇમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના પરિવારે તેની એફઆઈઆર નોંધાવી છે, જેમાં તેની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.