Not Set/ BJP પ્રવક્તા સંબિત પાત્રા પર જાણો કોણે લગાવ્યો હત્યાનો આરોપ

  કોંગ્રેસ નેતા અને પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે (12 ઓગસ્ટ) હાર્ટ એટેકથી નિધન થયું હતું. પોતાના ઘરે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ થોડા સમયમાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બચી શક્યા નહીં. […]

India
 

કોંગ્રેસ નેતા અને પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે (12 ઓગસ્ટ) હાર્ટ એટેકથી નિધન થયું હતું. પોતાના ઘરે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ થોડા સમયમાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બચી શક્યા નહીં. 12 ઓગસ્ટનાં રોજ બપોરે 3:40 વાગ્યે ત્યાગીએ છેલ્લે ટ્વિટ કર્યું હતું કે, તેઓ સાંજે 5 વાગ્યે ટીવી ચર્ચામાં ભાગ લેશે. ટીવી ચર્ચામાં રાજીવ ત્યાગી વાત કરી રહ્યા હતા, ત્યારે ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા તેમની સાથે દલીલ કરી રહ્યા હતા. રાજીવ ત્યાગીનાં અવસાન પછી સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી છે.

રાજીવ ત્યાગીનાં અવસાન બાદ તેમની પત્નીએ ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વળી ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા અંશુ અવસ્થીની આગેવાની હેઠળનાં કોંગ્રેસનાં નેતાઓએ લખનઉનાં હજરતગંજ કોતવાલીમાં તાહિર આપી છે અને રાજીવ ત્યાગીનાં મોત માટે ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાને દોષી ઠેરવ્યા છે. તાહિરમાં ભાજપનાં નેતા સંબિત પાત્રા સાથે ન્યુઝ ચેનલનાં માલિક અને એન્કરને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને તેમની ધરપકડની માંગણી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પત્રમાં ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા પર રાજીવ ત્યાગી પર અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ છે, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

રાજીવ ત્યાગીની પત્નીએ એક વીડિયો જાહેર કરતાં કહ્યું છે કે તેમના પતિએ મૃત્યુ પહેલા કહ્યું હતું કે આ લોકોએ મારી હત્યા કરી છે. પત્નીનો આરોપ છે કે, ચર્ચા દરમિયાન રાજીવ ત્યાગીને સંબિત પાત્રાએ ‘જયચંદ‘ તરીકે સંબોધન કર્યુ હતું. પત્નીએ એક વીડિયો જાહેર કરતાં કહ્યું છે કે, “અમારું જે નુકસાન થયું છે તે તો થયુ છે.” મારા પતિનાં છેલ્લા શબ્દો હતા… આ લોકોએ મને મારી નાખ્યો. સંબિત પાત્રાએ મારા પતિને કહ્યું હતું કે હવે તેમણે આગ લગાવવા જવુ પડશે. મારે સંબિત પાત્રા સાથે વાત કરવી છે, તે ખૂની છે કારણ કે મારા પતિએ અંતમાં કહ્યું હતુ કે આ લોકોએ મને મારી નાખ્યો છે.‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.