Not Set/ ICC ટેસ્ટ રેન્કિંગ : બુમરાહ પ્રથમ વખત ટોપ -10માં પહોંચ્યો, બેન સ્ટોક્સ નબંર-2 ઓલરાઉન્ડર બન્યો

આઇસીસીએ મંગળવારે તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પ્રથમ વખત ટોપ -10 માં જગ્યા બનાવી છે. તેઓ સાતમા સ્થાને પહોંચી ગયા છે. અગાઉ બુમરાહ જાન્યુઆરીમાં 15 માં સ્થાન પર હતા બુમરાહે ટેસ્ટની બીજી પારીમાં પાંચ વિકેટ લીધી હતી. આ સિવાય જાડેજા નંબર -10 પર છે. ટીમ રેન્કિંગમાં ભારત પ્રથમ ક્રમે […]

Uncategorized

આઇસીસીએ મંગળવારે તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પ્રથમ વખત ટોપ -10 માં જગ્યા બનાવી છે. તેઓ સાતમા સ્થાને પહોંચી ગયા છે. અગાઉ બુમરાહ જાન્યુઆરીમાં 15 માં સ્થાન પર હતા

બુમરાહે ટેસ્ટની બીજી પારીમાં પાંચ વિકેટ લીધી હતી. આ સિવાય જાડેજા નંબર -10 પર છે. ટીમ રેન્કિંગમાં ભારત પ્રથમ ક્રમે છે. ન્યુઝીલેન્ડ બીજા અને દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે.

ત્રીજી એશિઝ ટેસ્ટમાં ઐતિહાસિક સદી ફટકારીને ઇંગ્લેન્ડને વિજય અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટેસ્ટ ઓલરાઉન્ડરની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. અગાઉ, તેની શ્રેષ્ઠ રેન્કિંગ નંબર -3 હતી, જે તેણે સપ્ટેમ્બર 2017 માં મેળવી હતી.

નાબાદ 135 રનની પારી રમ્યા બાદ સ્ટોક્સને 44 પોઇન્ટ મળ્યા હતા, જે હવે તેના પોઈન્ટ 411 થઈ ગયા છે. તેઓ નંબર -1 ક્રમાંકિત વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરથી 22 પોઇન્ટ પાછળ છે. રવિન્દ્ર જાડેજા ચોથા અને આર અશ્વિન છઠ્ઠા સ્થાને છે.

વિરાટ કોહલી નંબર -1 પર અને સ્ટીવ સ્મિથ નંબર -2 પર છે

સ્ટોક્સ પણ બેટ્સમેન રેન્કિંગમાં 13 સ્થાનનો કૂદકો લગાવ્યો છે અને હવે તે 13 માં સ્થાને છે. જ્યારે વિન્ડિઝ સામેની ટેસ્ટમાં 81 અને 102 રનની પારી રમનારો ભારતીય ટેસ્ટ ઉપ-કપ્તાન અજિંક્ય રહાણના ક્રમમાં પણ દસ સ્થાનનો સુધારો થયો છે.

 રહાણે 21 થી 11 માં ક્રમે આવી ગયો છે. વિરાટ કોહલી નંબર -1 પર અને સ્ટીવ સ્મિથ નંબર -2 પર છે. જો કે, કોહલી અને સ્ટીવ સ્મિથ વચ્ચેનો તફાવત માત્ર છ પોઇન્ટનો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન નંબર -3 પર છે અને ભારતના ચેતેશ્વર પૂજારા નંબર 4 પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.