Mahesana News/ મહેસાણામાં એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ પરિવારને આપી મોતની ધમકી! પિતાએ કર્યો આપઘાત

તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.  સારવાર દરમિયાન યુવાનનાં પિતાનું મોત નિપજ્યું હતું. 

Top Stories Gujarat Others

Mahesana News: મહેસાણા (Mahesana)માં ગોજારીયાના એ વન બંગ્લોઝમાં રહેતા અમદાવાદના એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ તેના માતાપિતા પાસેથી ઉઘરાણી કરી ધમકી આપી હતી. પિતાને લાગી આવતા એસિડ પી આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 3 એજન્ટ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં કબૂતરબાજ એજન્ટોએ વિદેશ જનાર યુવાનના પિતાનો કલોર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપતા માતાપિતા હેબતાઈ ગયા હતા. ગોજારીયાના એવન બંગલોઝમાં સમગ્ર ઘટના બનવા પામી હતી. એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ ઉઘરાણી કરી હતી. વિદેશ જનાર યુવાનના પિતાનો કોલર પકડી એજન્ટે છરી બતાવી ધમકી આપી હતી. યુવાનના પિતાને લાગી આવતા એસિડ પી લીધું હતું. યુવાનના પિતા કૌશિક પંચોલીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.  સારવાર દરમિયાન યુવાનનાં પિતાનું મોત નિપજ્યું હતું.

આ મામલે અમદાવાદ (Ahmedabad) ન્યુ રાણીપમાં રહેતા કબૂતરબાજ એજન્ટો (Agent) સામે ગુનો નોંધાયો છે.  ગૌરવ મોદી, કમલેશ પટેલ, ચિરાગ પટેલ નામના એજન્ટ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. અગાઉ રાણીપમાં રહેતા એક એજન્ટે મહેસાણાના યુવક સાથે વિદેશ જવા બાબતે છેતરપિંડી કરી હતી. કબૂતરબાજ એજન્ટએ વિદેશ વાંચ્છુકને કેનેડા મોકલવાનું કહી 16.92 લાખ પડાવ્યા હતા. એજન્ટ યુવકને વર્ષ 2019થી એજન્ટ કેનેડાની લાલચ આપતો હતો. ત્રણ વર્ષથી ઉપર સમય થયો હોવા છતાં મહેસાણાનો રાજેન્દ્ર પટેલ નામનો યુવાન વિદેશ જઈ શક્યો નહી. આખરે રાજેન્દ્ર પટેલ નામના ઇસમને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહેસાણાના યુવકે ન્યુ રાણીપ અમદાવાદ માં રહેતા દર્શન નાયક નામના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કબૂતરબાજી કેસમાં એસએમસીએ કરી મોટી કાર્યવાહી, વારાણસીથી વધુ એક આરોપીની ધરપકડ

આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી

આ પણ વાંચો:કબૂતરબાજી કૌભાંડમાં એજન્ટોએ પેસેન્જરો પાસેથી શું કરાવ્યું…