Kutch News/ અંજાર સાપેડા હાઇવે પર હીટ એન્ડ રન : નિંગાળના બે આહીર યુવાનના કમકમાટી ભર્યા મોત

અંજાર સાપેડા હાઇવે રોડ પર રિવેરા ફાર્મ હાઉસની સામે અકસ્માતના બનાવ બન્યો હતો

Top Stories Gujarat Breaking News

Kutch Anjar News : અંજાર સાપેડા હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નિંગાળના બે આહીર યુવાનના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બન્ને યુવકો બાઈક પર જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારીહતી. અકસ્માતને પગલે વાહનચાલક ભાગી ગયો હતો. બીજીતરફ સારવાર મળે તે પહેલા ગંભીર ઇજાઓના કારણે બન્ને યુવકના મોત થયા હતા. જેને કારણે આહિર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માતની જાણ થતા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર સહિતના સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ બાબતે મળતી માહિતી મુજબ અંજાર સાપેડા હાઇવે રોડ પર રિવેરા ફાર્મ હાઉસની સામે અકસ્માતના બનાવ બન્યો હતો. નિંગાળ ગામના બે યુવાનો બાઇક પર જતા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તમને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર મળે તે પહેલા આશાસ્પદ યુવાનોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બંનેને અંજાર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવા હતા.

જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો ગામના આગેવાનો પહોંચી આવ્યા હતા. બનાવને પગલે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. હત ભાગી નિંગાળ ગામના શ્યામ તુલસીભાઈ બરારીયા, અને પારસ ચંદુભાઈ બરાડીયા ,હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવની જાણ થતા સમગ્ર આહીર પટ્ટીમાં શોક ફેલાઈ જવા પામ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં ડીઝલ ચોરોનો આતંક! ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો:ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી 73 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:ગાંધીનગરમાં ફરિયાદી પાસે લાંચ માંગતા ACBએ ASIની કરી ધરપકડ