અમદાવાદઃ રાજદ્રોહના કેસમાં 6 મહિના રાજસ્થાનમાં રહ્યા બાદ 17 જાન્યુઆરીના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ ગુજરાતમાં પરત ફરશે. ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમં રાખીને હિમતનગરમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને IG,SP,DYSP,6 PI અને 700 જવાનનો કાફલાને તેનાત કરવામાં આવશે.
મંગળવારે હાર્દિક પટેલ રતનપુર ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ હાર્દિક પટેલ હિમંતનગરમાં એક સભાને સંબોધન કરશે. જેમા સમગ્ર ગુજરાતમાં પાટીદારો ઉમટી પડશે તેમ પાસના નેતાઓનું કહેવુ છે.
