Ahmedabad News/ અમદાવાદમાં IPL ની ક્રિકેટ મેચોને પગલે ટ્રાફિક નિયમન માટે પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું

વાહનો સાથે આવતા દર્શકો તથા ખેલાડી અને સેલીબ્રીટીને જોવા માટે આમ જનતાનો ધસારો થતો હોય છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાબરમતીમાં ઈન્ડીયન પ્રીમીયર લીગ(IPL 2025)ની મેચો રમાવાની છે. 25 માર્ચ, 29 માર્ચ, 9 એપ્રિલ, 19 એપ્રિલ,2 મે, 14 મે અને 18 મે 2025 ના રોજ વિવિધ ટીમો વચ્ચે મેચ રમાશે.જેમાં વાહનો સાથે આવતા દર્શકો તથા ખેલાડી અને સેલીબ્રીટીને જોવા માટે આમ જનતાનો ધસારો થતો હોય છે. જેમાં વાહન વ્યવહાર સરળતાથી થાય તે માટે કેટલાક માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.

જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.જેમાં વૈકલ્પિક માર્ગ તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધન રાવળ સર્કલ સુધીના જતા આવતા માર્ગ પરથી અવર જવર કરી શકાશે.તે સિવાય કૃપા રેસિડેન્સી ચી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: DGGI ના ગાંધીધામમાં ટીમ્બરની 5 પેઢી પર દરોડા, કરોડોની GST ચોરી પકડાઈ

આ પણ વાંચો: અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાના બિલ્ડર ગ્રુપના ત્યાં DGGI ના દરોડા

આ પણ વાંચો: શિખર પાન મસાલા પર DGGIના દરોડા, ધંધો સંભાળતા બે લોકોની અટકાયત