IPL 2025 : IPL 2025 ની છઠ્ઠી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું. આ સિઝનમાં KKRનો આ પહેલો વિજય છે. રાજસ્થાનનો આ સતત બીજો પરાજય છે. આ મેચમાં પ્રથમ રમતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં, KKR એ 18મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો. KKR તરફથી ક્વિન્ટન ડી કોકે 61 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 6 છગ્ગા લાગ્યા.
આ મેચમાં, KKR ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં ફક્ત 151 રન બનાવી શક્યું. રાજસ્થાન તરફથી ધ્રુવ જુરેલે 33 રન બનાવ્યા જ્યારે યશસ્વી જયસ્વાલે 29 રન બનાવ્યા.
કોલકાતા ટીમ સ્કોરકાર્ડ: (153/2, 17.3ઓવર)
KKR તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી જ્યારે સ્પેન્સર જોહ્ન્સન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યા. જવાબમાં KKR ના ક્વિન્ટન ડી કોકે 97 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી, જેના કારણે તે આ મેચમાં પોતાની ટીમને એકતરફી વિજય અપાવવામાં સફળ રહ્યો. ડી કોકે પોતાની ઇનિંગ દરમિયાન 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ, KKR તરફથી, ફક્ત વાનિન્દુ હસરંગા એક વિકેટ લઈ શક્યા.
આ સાથે, અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળની KKR ટીમે આ IPL સિઝનમાં જીતનું ખાતું ખોલ્યું છે. આ ટીમની માત્ર બીજી મેચ હતી. પહેલી મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાન-કોલકાતા વચ્ચે H2H
KKR અને રાજસ્થાનની ટીમો વચ્ચે હંમેશા રોમાંચક મુકાબલો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 IPL મેચ રમાઈ છે, જેમાં KKR એ 15 અને રાજસ્થાને 14 મેચ જીતી છે. 2 મેચ અનિર્ણિત રહી.
કુલ મેચ: 31
કોલકાતા જીત્યા: 15
રાજસ્થાન જીત્યા: 14
કોઈ પરિણામ નહીં: 2
આ સિઝનમાં રાજસ્થાન ટીમનો આ સતત બીજો પરાજય છે. તેણે તેની પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમી હતી, જેમાં તેને 44 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે પહેલી ત્રણ મેચમાં સંજુ સેમસનને બદલે રાજસ્થાન ટીમની કમાન રિયાન પરાગના હાથમાં છે.
રાજસ્થાને સંઘર્ષ કરતા આ સ્કોર બનાવ્યો
રાજસ્થાન ટીમ સ્કોરકાર્ડ: (151/9, 20 ઓવર)
મેચમાં રાજસ્થાને 9 વિકેટ ગુમાવ્યા બાદ 151 રન બનાવ્યા હતા. ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે 28 બોલમાં 33 રનની ઇનિંગ રમી. જ્યારે યશસ્વી જયસ્વાલે 24 બોલમાં 29 રન બનાવ્યા. કેપ્ટન રિયાન પરાગે 15 બોલમાં 25 રન બનાવ્યા. KKR ટીમ તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
આ મેચ માટે રહાણેએ કોલકાતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો હતો. સુનીલ નારાયણની તબિયત ખરાબ હોવાથી તેની જગ્યાએ મોઈન અલીએ પ્રવેશ કર્યો હતો. બીજી તરફ રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે પણ એક ફેરફાર કર્યો હતો, ફઝલહક ફારૂકીના સ્થાને વાનીન્દુ હસરંગાએ પ્રવેશ કરાવયો હતો.
આ પણ વાંચો: કોલકાતા અને રાજસ્થાન પહેલી જીત માટે લડશે, રિયાન પરાગ માટે ઐતિહાસિક ક્ષણ
આ પણ વાંચો: રોમાંચક મેચમાં પંજાબનો વિજય, ગુજરાતનો ઘરઆંગણે પરાજય; વિજયકુમાર વૈશાકે મેચનું પાસું ફેરવી નાખ્યું
