IPL 2025/ CSK vs RCB વચ્ચે આજે રોમાંચક મેચ, કોણ મારશે બાજી, CSK કે RCB, જાણો આંકડા શું કહે છે ?

IPL 2025 ની 8મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમોએ સિઝનની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે અને તેથી તેઓ આ લયને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

Top Stories Sports

IPl 2025 : IPL ની 18મી સીઝનની 8મી મેચ આજે 28 માર્ચે ચેન્નાઈના MA ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. IPLની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ માટે રૂતુરાજ ગાયકવાડ(Ruturaj Gaikwad) કેપ્ટનશીપ (Captain)ની જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે RCB ટીમ આ સિઝનમાં નવા કેપ્ટન રજત પાટીદાર(Rajat Patida)ના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી છે. બંને ટીમોમાં દિગ્ગજ ખેલાડીઓની હાજરીને કારણે, બધાની નજર આ મેચ પર રહેશે, તો ચાલો જાણીએ કે આ મેચમાં કઈ ટીમનો હાથ ઉપર રહેશે અને કોણ જીત મેળવી શકે છે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પિચ રિપોર્ટ

જો આપણે એમએ (MA) ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાનારી આ મેચની પિચ વિશે વાત કરીએ, તો છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં સ્પિન બોલરોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. અહીંની પિચમાં ડબલ ઉછાળો છે અને રમત આગળ વધે તેમ તે ઘણી ધીમી પણ પડે છે. આવી સ્થિતિમાં આ મેચમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. જો આપણે ગયા સિઝનમાં અહીં રમાયેલી મેચોમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર જોઈએ તો તે લગભગ 170 રન રહ્યો છે.

બંને ટીમોના પ્લેયિંગ 11 ખેલાડીઓની શક્યતા

ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) : રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, દીપક હુડા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કુરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, નાથન એલિસ, ખલીલ અહેમદ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર સલામ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.

બધાની નજર વિરાટ કોહલી અને નૂર અહેમદ પર રહેશે

CSK અને RCB વચ્ચેની આ મેચમાં 2 ખેલાડીઓનું પ્રદર્શન આ મેચનું પરિણામ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. IPLમાં CSK સામે વિરાટ કોહલી (Virat Kohli)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જેમાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે અત્યાર સુધીમાં બેટથી 1053 રન બનાવ્યા છે. તે જ સમયે આ મેચમાં CSK ટીમ તરફથી રમતા સ્પિન બોલર નૂર અહેમદનું પ્રદર્શન તેની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં નૂરે પોતાની ઉત્તમ બોલિંગથી ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ મેચ કોણ જીતી શકે છે ?

જો આપણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની આ મેચના તમામ આંકડા ધ્યાનમાં લઈએ, તો CSK ટીમનો હાથ ઉપર હોય તેવું લાગે છે. જ્યારે CSK હેડ ટુ હેડ રેકોર્ડમાં આગળ છે, ત્યારે RCB છેલ્લા 17 વર્ષમાં MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK ને હરાવી શક્યું નથી. આવી સ્થિતિમાં, CSK ટીમ આ મેચ જીતશે તેવી વધુ આશા છે. જોકે, ક્રિકેટને અનિશ્ચિતતાઓનો રમત કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રમતમાં કંઈપણ આગાહી કરવી મુશ્કેલ છે, અને રમતોમા ગમે ત્યારે પાસો પલટાતા વાર નથી લાગતી, એટલે કે 2 માંથી ગમે તે 1 ટીમ જીત મેળવી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લખનૌએ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું, માર્શ-પુરાણે ધમાલ મચાવી, શાર્દુલે 4 વિકેટ લીધી

આ પણ વાંચો: KKR એ રાજસ્થાનને 8 વિકેટથી હરાવ્યું, ક્વિન્ટન ડી કોકે 97 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી

આ પણ વાંચો: રોમાંચક મેચમાં પંજાબનો વિજય, ગુજરાતનો ઘરઆંગણે પરાજય; વિજયકુમાર વૈશાકે મેચનું પાસું ફેરવી નાખ્યું