Rajkot News : રાજકોટના ચકચારભર્યા ગેમઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. બીજીતરફ મંદીમાં સપડાયેલા બિલ્ડરો માટે આ મોટા સમાચાર છે. જેમાં ઝોન વાઈઝ રાજકોટમાં ટાઉન પ્લાનરની નિમણુક કરવામાં આવશે. જેમાં કલાસ વન અધિકારી ટાઉન પ્લાનરની નિમણુક કરશે.
દરમિયાન જેલમાં બંધ પૂર્વ TPO સાગઠિયા શાસન ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. બીજીતરફ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે. TRP અગ્નિકાંડ બાદ મંદ પડેલ કામગીરીને વેગ મળશે. તે સિવાય TP શાખાની મંદ કામગીરીને પણ વેગ મળશે.
ગેમઝોન અગ્નિકાંડને પગલે પ્લાન પાસ, કંપ્લીશન સહીતના કામો અટકી પડ્યા હતા. RMC કમિશ્નરે ફાયર અને TP વિભાગમાં સંકલન સાધવા આદેશ આપ્યો છે. ઉપરાંત રાજકોટમાં ઝોન વાઇઝ 3 નવા ટાઉન પ્લાનરની ભરતી થશે.
આ પણ વાંચો: જસ્ટિસ વર્મા રોકડ કૌભાંડમા જજે વકીલોની લીધી સલાહ,SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ ફોન જપ્ત
આ પણ વાંચો: મોરબીમાં મહિલાનું ચકચાર મચાવતું જમીન કૌભાંડ
