Surat News: સુરત (Surat)માં જૈનમુનિ દ્વારા 2017 માં આચરેલા શ્રાવિકા પર દુષ્કર્મ (Rape) કેસમાં બંને પક્ષોની દલીલ બાદ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે, તેમજ રૂપિયા 25000નો દંડ કરાયો છે. ગઈકાલે 8 વર્ષ જૂના કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સુરત કોર્ટે જૈનમુનિને બળાત્કાર કેસમાં દોષિત (Culprit) ઠેરવ્યા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા આ શ્લોક સાથે ગુરુની ગરિમા કોર્ટમાં સમજાવી ચુકાદો આપ્યો હતો.
2017 માં, વડોદરાની એક શ્રાવિકા યુવતીને તેના પરિવાર સાથે સુરતના નાનપુરાના ટિમલિયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર પેટા-આશ્રયસ્થાનમાં ધાર્મિક સમારોહ માટે બોલાવ્યા બાદ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં, અઠવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ જૈનમુનિની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સુરત કોર્ટમાં ગયો અને કોર્ટે જૈનમુનિને બળાત્કારના દોષી ઠેરવ્યા છે.
કેસની વિગતવાર વાત કરવામાં આવે તો, વડોદરાની એક યુવતીને ધાર્મિક સમારોહના બહાને ટીમલીયાવાડના જૈન મંદિરના એક રૂમમાં બોલાવવામાં આવી હતી અને આરોપી જૈનમુનિ શાંતિસાગરે તેની પર ક્રૂર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ આ અંગે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ કેસની સુનાવણી શરૂ થઈ હતી.
વડોદરાની એક શ્રાવિકા યુવતીને તેના પરિવાર સાથે ધાર્મિક સમારોહ માટે સુરત બોલાવવામાં આવી હતી. ત્યારબાદ જૈનમુનિએ તેને એક ખાનગી રૂમમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાની ફરિયાદના આધારે, આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અઠવા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376(1) 376(2)(F) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:સુરતમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી પાશવી બળાત્કાર : ત્રણ દિવસમાં બળાત્કારના પાંચ બનાવથી ખળભળાટ
આ પણ વાંચો:‘બળાત્કારીને નપુંસક બનાવો, શિવાજી મહારાજેના પણ હાથ-પગ કપાવી નાખ્યા હતા’
આ પણ વાંચો:વડોદરામાં MS યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર વિધર્મી વકીલનો બળાત્કાર, ગર્ભ રહેતા નોંધાવી ફરિયાદ
