Vadodara News/ વડોદરામાં રામ નવમીની ઉજવણીને લઈને પોલીસ એક્શનમાં

શહેરમાં તહેવારોની ઉજવણીમાં ખલેલ પહોંચાડી શકે તેવા તત્વો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara)માં રામ નવમી (Ram Navami)ની ઉજવણીને લઈને પોલીસ એક્શનમાં આવી છે. આવતીકાલે, 6 એપ્રિલના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 27 શોભાયાત્રા કાઢવામાં આવશે. અગાઉ શહેરમાં રામ નવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ વર્ષે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાઓને પગલે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

વડોદરા (Vadodara)માં સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન (Drone)થી નજર રાખવામાં આવી રહી છે. રામ નવમી શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે શહેરમાં 2500 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. આવતીકાલે કાઢવામાં આવનારી શોભાયાત્રા માટે વડોદરા શહેર પોલીસે સઘન તૈયારીઓ કરી છે. ચાલી રહેલા ચૈત્ર નવરાત્રી અને આગામી રામ નવમી (Ram Navami) જેવા તહેવારોની ઉજવણીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે શહેર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. શહેરમાં તહેવારોની ઉજવણીમાં ખલેલ પહોંચાડી શકે તેવા તત્વો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ કરીમાંડવીથી લહરીપુરા, ચાંપાનેર દરવાજા, પંજીરીગર મોહલ્લા વગેરે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા તપાસ કરશે અને વધારાના પોલીસ કર્મચારીઓ તૈનાત કરશે. પોલીસ કમિશનરના આદેશને પગલે પોલીસે શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને સર્ચ હાથ ધર્યું હતું. છત પર પથ્થરો કે અન્ય વસ્તુઓ છે કે કેમ તે તપાસવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોનની મદદથી સંવેદનશીલ વિસ્તારો (Sensitive Area)નું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરામાં રામ નવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ, પોલીસે આવતીકાલે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થનારી બે શોભાયાત્રાઓ માટે કડક પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ સહિત 2500 પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

ગત વર્ષે શહેરમાં કુંભારવાડાથી નીકળનારી રામનવમી (Ram Navami)ની શોભાયાત્રા ફતેપુરા ચારરસ્તા, અડાણીયાપુલ ચારરસ્તા, ચાંપાનેર દરવાજા થઈ માંડવી એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિરથી હઠીલા હનુમાન મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં પસાર થનારી શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા બધી તૈયારીઓ કરવામાં આવી હતી, તમામ વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને વૈકલ્પિક રુટ નક્કી કરવામાં આવ્યા છે. કુંભારવાડાથી આખા યાત્રાના રુટના વિસ્તારને બપોરના ત્રણથી રાતના આઠ વાગ્યા સુધીનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રામનવમી પર હીરા નગરી સુરતમાં સોનાની શાહીથી લખાયેલ સુવર્ણ રામાયણના થાય છે દર્શન

આ પણ વાંચો:વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચો:અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી