Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનના હીટ એક્શન પ્લાન હેઠળ, બપોર દરમિયાન શહેરના 70 ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરમીથી થતા દર્દીઓની સારવાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના મહત્તમ તાપમાનમાં વધારાને કારણે, મ્યુનિસિપલ કોર્પોરેશનના હીટ એક્શન પ્લાન અંગે મેયરની અધ્યક્ષતામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનોની બેઠક યોજાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ શહેરી અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, AMTS અને BRTS બસ સ્ટોપ પર પીવાના પાણી અને ORS પેકેટની વ્યવસ્થા કરી છે. મ્યુનિસિપલ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસ સાથે સંકલનમાં, બપોર દરમિયાન શહેરમાં લગભગ 70 ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોર દરમિયાન ગરમી વધુ હોવાથી, વાહનચાલકો સરળતાથી વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 600 પીવાના પાણીના સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદના નરોડામાં સાબરમતીના પટમાં ડૂબી જવાથી બે યુવકના મોત
આ પણ વાંચો:અમદાવાદમાં રાહુલ અને સોનિયા ગાંધીનું સ્વાગત કરાયું
આ પણ વાંચો:અમદાવાદમાં રબારી વસાહતમાં માલધારીઓને રાહત દરે જમીન માલિકી હક્ક અપાશે
