Dahod News/ દાહોદ LCBએ બનાવટી ચલણી નોટોનો જથ્થો ઝડપી 5 આરોપીઓને સકંજામાં લીધા

દાહોદ (Dahod) LCBએ આ મામલે ગુનો નોંધ્યો છે અને કોર્ટમાંથી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Top Stories Gujarat Others

Dahod News: દાહોદ (Dahod) લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Local Crime Branch) બનાવટી ચલણી નોટોનો જથ્થો ઝડપી 5 આરોપીઓને સકંજામાં લીધા છે. પાંચેય આરોપીઓના લોકલ ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.

દાહોદ LCB (Local Crime Branch) અને SOG પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં નકલી નોટ છાપતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. દાહોદ પોલીસને નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે, LCB અને SOG ટીમે ફરિયાદ નોંધ્યા બાદ ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના એક દંપતી સહિત એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં અન્ય આરોપીઓને પણ શોધી કાઢવામાં આવ્યા છે. તેમની પાસેથી 21,000 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો અને નકલી નોટો છાપવા માટે વપરાતા પ્રિન્ટર-લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી દંપતીને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે તેમને 7 દિવસના રિમાન્ડ પર લીધા છે. આ કેસમાં પોલીસે દંપતી સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

લીમડીયા ગામે માંડલી ફળિયામાં રહેતા અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસીયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસીયાના ઘરે પોલીસે દરોડો પાડયો હતો. ઘરમાંથી એક લેપટોપ, બે પ્રિન્ટર, સુરક્ષા દોરો અને નકલી નોટો છાપવા માટેનો કાગળ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મુકેશભાઈ કામોળ, રાકેશભાઈ પારગી, હુસૈન પીરા અને અન્ય એક વ્યક્તિ પણ આ રેકેટમાં સામેલ હોવાનું ખુલ્યું છે. આરોપી પાસે આઠ રાજ્યોમાં નકલી નોટો ફેલાવવાનું નેટવર્ક ધરાવતા હતા. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. દાહોદ (Dahod) LCBએ આ મામલે ગુનો નોંધ્યો છે અને કોર્ટમાંથી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અગાઉ અમદાવાદ (Ahmedabad)માં ટ્રાફિક પોલીસે (Traffic Police) નકલી ચલણી નોટો ઝડપાઈ હતી, અમદાવાદ ટ્રાફિક પોલીસે 500ની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ કરાઈ હતી. 500ના દરની નકલી 1,852 નકલી નોટો જેની કુલ કિંમત 9.26 લાખ હોવાનું સામે આવ્યું છે. મેહુલ સોની, નિખિલ સોની અને વિશાલ કર્ના નામની શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એમપી પાસિંગની કારમાંથી નકલી નોટો મળી હતી.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે અદાણી સર્કલ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે મધ્ય પ્રદેશની એક ગાડીની તપાસ કરી હતી જેમાંથી નકલી ચલણી નોટો મળી આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો:વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે 1.78 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો:ચોટીલા થાન રોડ ઉપર થયેલી આંગડિયા પેઢી નો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ઉકેલ્યો.