અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં નદીઓની આસપાસની વિસ્તાર અને માર્ગો પર તપાસ કરીને 40 જેટલા બિનઅધિકૃત વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ રૂ. 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ, ખાંભા, લાઠી, રાજુલા સહિતના વિસ્તારોમાંથી આ વાહનો ઝડપાયા છે. આ વાહનોમાં ખનિજ તરીકે બલેક્ટ્રેપ પથ્થર, બેલા, રેતી જેવા મટિરિયલ ભરેલા હતા. આ કાર્યવાહી અમરેલી જિલ્લામાં આ પ્રકારના ગેરકાયદેસર કાર્યોને અંકુશમાં લેવાના દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.
કલેક્ટર દહિયાએ જણાવ્યું હતું કે, “જિલ્લામાં ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીર બની રહી છે. આ સમસ્યાને ડામવા માટે અમે આ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.” આ કાર્યવાહીથી જિલ્લામાં ખનીજ ચોરી અટકશે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે તેવી આશા રાખવામાં આવે છે.
આ પણ વાંચો: અમરેલી બનાવટી પત્રકાંડ મામલે પાયલ ગોટીની પત્રની FSL તપાસ કરવાની માંગ
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: પીડિત યુવતીને સહકારી બૅન્કમાં મળી નોકરીની ઓફર, સમાજમાં આનંદ
આ પણ વાંચો: અમરેલીના લેટર કાંડના પડઘા સુરતમાં, મીટિંગ પહેલા જ સરકારે કર્યુ દબાણ
