Amreli News/ સાવરકુંડલામાં ભૂઈના ધતિંગનો પર્દાફાશ, મોગલધામના બાપુએ સખ્ત આલોચના કરી

વિજ્ઞાન જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર મોકલી ટીમને જરૂરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી, તુરંત

Top Stories Gujarat Others

Amreli News: અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા (Savarkundla) તાલુકાના મોલડી ગામે છેલ્લા ચાર વર્ષથી ઘરમાં મામાદેવ-માતાજીનો મઢ બનાવી ગોરખધંધા કરતી ભૂઈ ક્રિશ્ના નયનભાઈ પરમારનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી 1266મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભૂઈનો સ્વપ્નકાંડ, મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા ભૂઈએ કાયમી પાખંડ બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી. તેમજ આ મુદ્દે કચ્છ (Kutch)નાં મોગલધામના બાપુએ ભુઈના ગોરખધંધાની સખ્ત આલોચના કરી હતી અને લોકોને ઈલાજ માટે ડોક્ટરો પાસે જવાનું અને ભુવાઓથી દૂર રહેવાનું કહ્યું હતું.

બનાવની વિગત પ્રમાણે સાવરકુંડલા પાસેના મોલડી ગામે ભૂઈ ક્રિશ્નાએ પોતાને રાત્રે સ્વપ્નમાં મોગલ માતાજી આવ્યા અને પ્રમાણ આપતા ઘરનું ઝાડ ફાટતા મોગલમાંનું સ્વયંભૂ પ્રાગ્ટય થયું. હોમ-હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી ભૂઈને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી. છેલ્લા ચાર વર્ષથી લોકોના દુઃખ-દર્દ, જોવાનું, સંતાન આપવાનું, બાધા-ટેક આપવાનું, નડતર દૂર કરવાની વિધિ-વિધાન શરૂ કર્યું. અંદરોઅંદર શંકા-કુશંકા ઉભી કરી ઘરને છિન્ન-ભિન્ન કરવું વગેરે પ્રવૃત્તિઓથી ગ્રામજનો નારાજ થયા, આસપાસના લોકો જોવડાવવા દર્શને આવવા લાગ્યા. ભૂઈના કારણે સુરતથી માનતા ઉતારવા, ઘરને સાર્વજનિક બનાવી દીધું. શિક્ષિત પરિવારોને લપેટમાં લઈ લીધા. સ્વપ્નકાંડની ડિંડકલીલા ભૂઈની સફળ થઈ ગઈ હતી. ભૂઈનો પ્રકોપ વધતા સમગ્ર મામલો વિજ્ઞાન જાથાના કાર્યાલયે પહોંચ્યો હતો.

વિજ્ઞાન જાથા (Vigyan Jatha)ના રાજકોટ સ્થિત કાર્યાલયે પીડિત પરિવારે ભૂઈના પર્દાફાશ માટે જરૂરી આધાર-પુરાવા રજૂ કરી ક્રિશ્નાભૂઈના ધતિંગ બંધ કરવા સંબંધી માહિતી આપી. જાથાએ ડમી માણસોને ત્રણવાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકિકત બહાર આવી. ભૂઈ ચાલાક હોવાથી પુરાવામાં મુશ્કેલી પડી હતી. ખાસ કરીને ઝાડ ફાટતા મોગલમાનું પ્રાગ્ટય, મામાદેવની હાજરી આવે તો 20 મિનિટમાં 250 સિગારેટ પીવાનો ચમત્કાર થતાં વિજ્ઞાન જાથાને જરૂરી આધાર પુરાવા મળી જતાં પર્દાફાશ કર્યો હતો.

વિજ્ઞાન જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર મોકલી ટીમને જરૂરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી, તુરંત અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સવારકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. એલ. ચૌધરીને જરૂરી સુચના મોકલી દીધી. જાથા માટે પોલીસ જીપમાં એ.એસ.આઈ. રમેશભાઈ ભાનુભાઈ મારૂ, હેડ કોન્સ્ટે. મિહીરભાઈ વિનુભાઈ ચુડાસમા, પો. કોન્સ્ટે. વિશાલભાઈ દિનેશભાઈ સોલંકી, કોન્સ્ટે. દિપકભાઈ દિનેશભાઈ ખુમાણ, કોન્સ્ટે. સંજયભાઈ વાલજીભાઈ બળવીયા, મહિલા કોન્સ્ટે. નયનાબેન બાવચંદભાઈ સરવૈયા, મહિલા કોન્સ્ટે. કિરણબેન રામજીભાઈ ખટાણા સહિતનો પોલીસ ખડકલો ગોઠવી દેવાયો હતો.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાએ પો.ઈન્સ. પી. એલ. ચૌધરીને રૂબરૂ મળી ભૂઈના પર્દાફાશની હકિકત આપી તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, એ.એસ.પી. સાથે વાતચીત કરી લીધી. સમગ્ર પર્દાફાશનું આધાર રાખવાની વાત મુકી હતી. પોલીસ કાફલા સહિત ટીમ મોલડી ગામે ભૂઈના ઘરે પહોંચી ગયા.

જાથાના જયંત પંડયાએ ભૂઈ ક્રિશ્ના પરમારને પરિચય આપી મોગલ માતાના પ્રાગ્ટય સ્વપ્નલીલા, મામાદેવના સીગારેટ પાકીટ વિગેરે બંધ કરાવવા આવ્યા છીએ. ઘરમાં હવનના મોટામોટા કુંડ, રસોડામાં મામાદેવની સ્થાપના, ભ્રમ ફેલાવવો કાયદા ભંગ છે. ગામ લોકો પણ નારાજ છે. અંદરોઅંદર ઝઘડાઓ કરવાનું બંધ કરો વાત મુકી હતી. ભૂઈ ક્રિશ્નાના હોંશકોંશ ઉડી ગયા હતા. ખરે સમયે માતાજી મદદે આવ્યા ન હતા. બાજુમાં દુકાન સંભાળતા પતિદેવ નયન આવી ગયા. પરંતુ જાથાની કામગીરીથી પરિચિત હોય બંનેએ કાયમી ધતિંગ બંધની ખાત્રી આપી હતી. ઘર સિવાય ઘરના મઢે કોઈને આવવા દેવામાં નહિં આવે, સંતાન પ્રાપ્તિના લગાવેલા ફોટાઓ કાઢી નાખવામાં આવશે. ઝાડ કેવી રીતે ફાટયું ને માતાજી પ્રગ્ટયા તે બતાવી ન શકયા. ભૂઈને જ સ્વપ્ન આવ્યું તેથી સાબિતી કેમ આપવી, વગેરે પ્રશ્નોથી ભૂવા ભાંગી પડયા હતા. આખરે સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી.

તેમણે આજથી ચાર વર્ષના ધતિંગ પ્રવૃત્તિ બંધની જાહેરાત કરી, લોકોની માફી માંગી હતી. કચ્છના મોગલધામના બાપુએ મોલડીની ભુઈની સામે નારાજગી વ્યક્ત કરી અંધશ્રદ્ધા ન ફેલાવવા કડક ભાષામાં આલોચના કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં વિજ્ઞાન જાથાએ કર્યો ભૂવાનો પર્દાફાશ, લોકોની પીડા દૂર કરવા હજારો રૂપિયા વસૂલતો

આ પણ વાંચો:સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા-હેમાંગ રાવલ સામસામે

આ પણ વાંચો:હું આજથી દોર,ધાગા,તથા અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું, જયેશ ઉર્ફે જયુની કરાઈ ઘરપકડ