Kheda News: વક્ફ બોર્ડ મામલે જગતગુરુએ સદાનંદ સરસ્વતી મહરાજે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં વક્ફ બોર્ડની કોઈ જોગવાઈ નથી. મુસ્લિમ દેશો છે ત્યાં પણ વક્ફ બોર્ડ નથી. વિશ્વના કોઈપણ દેશમાં વક્ફ બોર્ડ નથી.
આ વક્ફ બોર્ડે આટલા વર્ષોમાં મુસ્લિમોના વિકાસ માટે શું કર્યુ તેનો જવાબ માંગવો જોઈએ. જો 8.7 લાખ સંપત્તિ ધરાવતું વક્ફ બોર્ડ હોય અને તો પણ મુસલમાન આટલો ગરીબ હોય તો મુસલમાનોએ પોતે જ સવાલ કરવા જોઈએ કે બોર્ડે તેના માટે કર્યુ શું, વાસ્તવમાં તો સરકારના બદલે મુસ્લિમોએ જ વક્ફ બોર્ડ દૂર કરવાની માંગ કરવી જોઈએ.
વક્ફ કંઈ ધાર્મિક અધિકાર તો છે જ નહી જેથી તેમની કોઈ બાબતમાં દરમિયાનગીરી ન કરી શકાય. એક રીતે તો તેને ચેરિટી કમિશ્નરના નેજા હેઠળ આવતું બોર્ડ જ કહી શકાય. આમ જે રીતે ટ્રસ્ટનો વહીવટ થાય તે રીતે આ જ બોર્ડનો વહીવટ થાય. આ પ્રકારના અલગ કાયદાઓ અને જોગવાઈઓ શું કામ લાવવામાં આવી તે સમજી શકાય તેવી વાત નથી. આઝાદીના 71 વર્ષ પછી પણ મુસલમાન છે ત્યાં જ છે, આ સંજોગોમાં શું વક્ફ બોર્ડે એક પણ સ્કૂલ ખોલી છે, હોસ્પિટલ ખોલી છે, તેણે કેટલા મુસ્લિમોનું ભલુ કર્યુ છે, પછી આ સંપત્તિનો અર્થ શું છે.
વળી આશ્ચર્યની વાત તો એ છે કે મુસ્લિમોએ તો ક્યારેય પાછી વક્ફ બોર્ડની માંગ કરી જ નથી. પછી સરકાર કોઈપણ રીતે તેમને ખાલી ખુશ રાખવા માટે આવા તઘલખી નિયમો અને અનાવશ્યક બોર્ડ શું કામ લાવે છે તે તો કદાચ મુસ્લિમોને પણ નહીં સમજાતું હોય. તે પણ બિચારો વિચારતો હશે કે સરકાર અમારા માટે જે મૂળભૂત બાબત છે અને તે છે શિક્ષણ, તે નથી આપતી અને આ બધા ઉધામા શું કામ કરે છે. શું સરકાર મુસ્લિમ વિસ્તારોમાં તેમની વધતી જતી સંખ્યા મુજબ સરકારી શાળાઓ ખોલે છે એક શહેરીજન તરીકે તેમને ગટર જોડાણો, વીજ જોડાણો, પાણી જોડાણો પૂરા પાડે છે, ના જરા પણ નથી પાડતી. પણ આવા વક્ફ જેવા બિનજરૂરી નાટકો કરીને જરૂર કોમી વૈમનસ્ય પેદા કરે છે.
કોઈ ધાર્મિક બાબત હોય તો તેનો વિચાર પણ કરાય. શું વકફનો ક્યાં કુરાનમાં ઉલ્લેખ છે કે શરિયામાં ઉલ્લેખ છે. શું તેની સાથે કોઈની શ્રદ્ધા જોડાયેલી છે, જરા પણ નહીં. આટલા સમય સુધી એક બોર્ડે ફક્ત વક્ફના નામે બિનજરૂરી સત્તા ભોગવી તથા મુસ્લિમોનું નામ આગળ ધરીને રીતસરનો ગેરકાયદેસર રીતે કહી તે રીતે ચરી જ ખાધુ છે અને કેટલીય મિલકતો વેચી મારીને રૂપિયા ઘરભેગા કર્યા છે. હવે આ લોકો વક્ફ કાયદા સામે ઉત્પાત મચાવે તે સ્વાભાવિક છે, કારણ કે તેમનો ગરાસ લૂંટાઈ રહ્યો છે. વક્ફની રહી સહી મિલકતો પણ તેમને વેચીને રોકડી કરવી છે હવે તે નહીં કરી શકે.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફરી એકવાર હિંસા ભડકી, 2-3 રાઉન્ડ ગોળીબાર, એક યુવક ઘાયલ
