Amreli News: અમરેલી (Amreli)માં 16 વર્ષીય કિશોર પર કેટલાક શખ્સો દ્વારા માર મરાયાની ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થતાં અમરેેલી સિટી (Amreli City Police) પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આજે બપોરે કિશોરને ન્યાય માટે લડશે તેમજ સખ્ત કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાશે.
સોશિયલ મીડિયામાં એક મારામારીનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે, જેમાં એક 16 વર્ષના કિશોરને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. કિશોરને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે. સીટી પોલીસ સ્ટેશનમાં બે ઇસમો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. હુમલો કરનાર મોહિન અને ગોપાલ સામે ગુનો નોંધાયો છે. હુમલામાં શામેલ અન્ય 6 ઈસમો સામે પણ ગુનો નોંધાયો છે. કિશોર પર થયેલ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજે બપોરે કિશોરને ન્યાય મળે તે માટેની લડતના મંડાણ છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આવેદન પત્ર અપાશે.

તાજેતરમાં સુરત (Surat)નાં કાપોદ્રા (Kapodra)માં અજાણ્યા શખ્સે રાત્રે હીરાના કારખાનામાંથી ઘરે પરત ફરી રહેલા રત્નકલાકાર પાસેથી નશો કરવા પૈસા (Money) માંગ્યા હતા, પરંતુ રત્નકલાકાર યુવક પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી શખ્સે યુવક પર છરી વડે હુમલો કરી હત્યા (Murder) કરી દીધી હતી. આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરી લેતાં 5 પોલીસ સ્ટેશનના પોલીસને બોલાવવામાં આવ્યા હતા. તેમજ કાપોદ્રા પોલીસ (Kapodra Police) સ્ટેશનના દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ મહિલાઓએ પોલીસ સ્ટેશનને ઘેરી હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો:RMVM સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:જૂનાગઢના વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ
