નવી દિલ્હીઃ મોદી સરકાર તમારા માટે જલ્દી ખુશ ખબર આપવા જઇ રહી છે. પાસપોર્ટ ઝડપી બનાવી શકાય તે માટે સરકાર એક નવી યોજના લઇને આવી રહી છે. આ યોજના મુજબ તમે પાસપોર્ટ માટે અપ્લાય કરશો કે, તેના 15 દિવસની અંદર પોતાનો પાસપોર્ટ નજીકના પોસ્ટ ઓફિસેથી મેળવી શક્શો. પોસ્ટ ઓફિસ અને વિદેશ મંત્રાલયના સહોયગથી દેશભારમાં પોસ્ટ ઓફિસમાંથી તેને ઇશ્યુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ યોજના મુજબ પોસપોર્ટ ડિલીવરી અને એડ્રેસ વેરિફિકેશનમાં પોસ્ટઓફીસ મદદ કરશે.
ઉલ્લેખનીય છે. પાયલટ પ્રોજેક્ટની જાહેરાત વિદેશ મંત્રાલય આજે કરી શકે છે. આની શરૂઆત દિલ્હી સહિત અમુક મોટા શહેરના પોસ્ટ ઓફિસથી કરવામાં આવશે. સરકારનું માનવુ છે કે, જેટલી સંખ્યામાં પાસપોર્ટ માટે અરજી આવી રહી છે. તેને સમયસર ડિલવર કરવા માટે મેન પાવરની કમી છે. એટલા માટે પ્રોજેક્ટમાં પોસ્ટ ઓફિસની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસ પ્રોસેસિંગ અને ડિલિવરીની જવાબદારી આપવાની સંભાવના છે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો તેને સમગ્ર દેશણાં લાગુ કવરામાં આવશે.
