Surat News/ સુરતમાં બરફના ગોળાનાં સેમ્પલ ફેલ, સીરપ અને ક્રીમનો 35 કિલો જથ્થો નષ્ટ કરાયો

SMC દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat) શહેરમાં બરફનો ગોળાના 18 પૈકી 4 સેમ્પલ ફેલ જતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. 35 કિલો સીરપ અને ક્રીમનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) દ્વારા વિક્રેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

ઉનાળો શરૂ થતાં ઠંડા શરબત, આઈસક્રીમ, બરફના ગોળા, આઈસ ડીશ સહિતની અનેક ઠંડક આપતી વાનગીઓ ખાવા લોકો ઉમટી પડે છે. ત્યારે શહેરમાં બરફનો ગોળો ખાતા લોકોએ સાવચેત થઈ જવાની જરૂર છે. શહેરમાં આઈસ ગોળા (Ice gola )ના 18 પૈકી 4 સેમ્પલ ફેલ થયા હતા. 15 દિવસ અગાઉ વિક્રેતાઓના ત્યાં સેમ્પલ લેવાયા હતા. સુરત મનપાએ અલગ–અલગ 13 જગ્યાએથી નમૂના લીધા હતા. સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખાદ્ય વિભાગે 35 કિલો સીરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે. SMC દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે.

અભ્યાસો દર્શાવે છે કે મોટી માત્રામાં ઠંડા પીણા, બરફનાં ગોળા ખાવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. 60,000 થી વધુ યુવાનો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. જે લોકો દર અઠવાડિયે 2 કે તેથી વધુ કોલ્ડ ડ્રિંક્સ પીતા હતા તેમને સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ 87 ટકા વધી ગયું હતું. તે જ સમયે, અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રજોનિવૃત્તિ પછીની સ્ત્રીઓમાં ઠંડા પીણાના વધુ પડતા સેવનની આદતને કારણે એન્ડોમેટ્રાયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર થઈ શકે છે.

ઠંડા પીણાં અથવા સીરપમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. વધુ પડતા વપરાશથી ઇન્સ્યુલિન પ્રતિકાર વધી શકે છે. જે ટાઈપ-2 ડાયાબિટીસ તરફ દોરી શકે છે. આટલું જ નહીં, જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તેઓ ઠંડા પીણા પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. અભ્યાસો દર્શાવે છે કે જો તમે દરરોજ ઠંડા પીણાની બોટલ પીતા હોવ તો ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રાલયે સ્વાસ્થ્યને લઈ આપી ખાસ ચેતવણી, આ પીણાં પીવાથી બચીને રહો

આ પણ વાંચો:ઠંડા પીણાના વધુ પડતા સેવનથી થઈ શકે છે કેન્સર! સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો:50 વર્ષથી માત્ર પાણી અને ઠંડા પીણા પર જીવતી રહે છે મહિલા, એક અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું