Not Set/ ભારત અને અબૂધાબી વચ્ચેના સંબંધ થયા મજબૂત,, બને માટે આતંકવાદ ખતરોઃ મોદી

નવી દિલ્હીઃ અબૂધાબીના ક્રાઉન પ્રિંસ એચ.એચ મોહમ્મદ બિન જાયદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સંયુક્ત પ્રેસ કૉંફરન્સ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, અબુધાબી અને ભારત વચ્ચે સંબંધો મજબૂત થયા છે. બંને દેશો માટે આતંકવાદ આજે સૌથી મોટો ખતરો છે અને બંને દેશો તેના માટે સાથે મળીને લડશે. બંને દેશો વચ્ચે રક્ષા […]

Uncategorized

નવી દિલ્હીઃ અબૂધાબીના ક્રાઉન પ્રિંસ એચ.એચ મોહમ્મદ બિન જાયદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સંયુક્ત પ્રેસ કૉંફરન્સ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, અબુધાબી અને ભારત વચ્ચે સંબંધો મજબૂત થયા છે. બંને દેશો માટે આતંકવાદ આજે સૌથી મોટો ખતરો છે અને બંને દેશો તેના માટે સાથે મળીને લડશે. બંને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રોમાં આપસી  સહયોગ માટે નવા રસ્તા ખૂલ્યા છે. અને રક્ષા ક્ષેત્રમાં કરાર કરવામાં આવ્યા છે.

પીએમ મોદી એ કહ્યું કે,  સંયુક્ત અરબ અમિરાત આપણા સૌથી મૂલ્યવાન ભાગીદારો અને નજીકના દોસ્તોમાનો એક છે.  દુનિયાના મહત્વના ક્ષેત્ર છે.  બંને દેશ  પારસ્પરિક વ્યપાર અને ઉદ્યોગોનો વિકાસ કરશે. એટલું જ નહી અફગાનિસ્તાન અને પશ્ચિમ એશિયના વિકાસમાં સહયોગ કરવામાં મદદરૂપ બનશે.

તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે ઉર્જા અને રોકાણને લઇને સાર્થક વાતચીત થઇ છે. પીએમ મોદીએ અબૂધાબીમાં મંદીર માટે જમીન સંપાદીત કરવા માટે અબૂધાબીના યુવારજનો આભાર માન્યો હતો.

પ્રિન્સ શેખ આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડન મુખ્ય અતિથિ હશે. પ્રિન્સ શેખ મંગળવારે ભારત પહોંચ્યા છે. અને 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસની પરેડ અને રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત એટ હોમ રિસેપ્શનમાં જોડાયા બાદ ભારતથી રવાના જશે.