Not Set/ Video/ પનવેલ ફાર્મહાઉસમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા સલમાન ખાન, કરી રહ્યા છે ખેતી

કોરોના વાયરસને કારણે ફિલ્મ્સનું શૂટિંગ હજી શરૂ થયું નથી. તો સલમાન ખાન આ દિવસોમાં સેલ્ફ આઇસોલેશનમાં છે અને મોટાભાગનો સમય તેમના ફાર્મહાઉસમાં પસાર કરી રહ્યા છે. સલમાન ખાન આજકાલ તેમના ખેતરમાં ખેતી કરતા જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન, તે સોશિયલ મીડિયા પર સતત ઘણાં ફોટો અને વીડિયો તેમ ના ચાહકો સાથે શેર કરી […]

Uncategorized

કોરોના વાયરસને કારણે ફિલ્મ્સનું શૂટિંગ હજી શરૂ થયું નથી. તો સલમાન ખાન આ દિવસોમાં સેલ્ફ આઇસોલેશનમાં છે અને મોટાભાગનો સમય તેમના ફાર્મહાઉસમાં પસાર કરી રહ્યા છે. સલમાન ખાન આજકાલ તેમના ખેતરમાં ખેતી કરતા જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન, તે સોશિયલ મીડિયા પર સતત ઘણાં ફોટો અને વીડિયો તેમ ના ચાહકો સાથે શેર કરી રહ્યા છે.

સલમાને તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ટ્રેક્ટર ચલાવતા નજરે પડે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન વાવણી માટે ખેતીની જમીનને સ્તરીકરણ કરી રહ્યા છે.

View this post on Instagram

Farminggg

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાને તેનો વીડિયો શેર કરતા લખ્યું, ‘ફાર્મિંગ’. સલમાનનો આ વીડિયોને થોડા જ સમયમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે, ચાહકો પણ તેમનો આ વિડીયો પર સતત ટિપ્પણી કરી રહ્યાં છે.

આ પહેલા પણ સલમાન ખાન ખેતરમાં કામ કરતા જોવા મળી ચુક્યા છે. તેમણે તેમનો ફોટો ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જો કે આ માટે તેમને ટ્રોલ થવું પડ્યું હતું. આ ફોટોમાં સલમાન ખાન કાદવમાં લથપથ બેઠેલા જોવા મળી રહ્યા છે.  સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતા સલમાન ખાને લખ્યું કે, ‘ સભી ખેડૂતો કા કરો સમ્માન.’

View this post on Instagram

Respect to all the farmers . .

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાનની આ ફોટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એક યુઝરે લખ્યું, “જો તમે ધ્યાનથી જોશો તો તેમના હાથ પર કાદવ છે, જ્યારે તેમના હાથ પર માટી નથી. આનો અર્થ એ છે કે કોઈએ તેમના હાથ પર કાદવ લગાવ્યો છે.”

આપને જણાવી દઈએ કે સલમાન ખાને થોડા દિવસો પહેલા પોતાની એક તસ્વીર  શેર કરી હતી. આ તસ્વીરમાં તે ખેતરોમાં રોપણી કરતો જોવા મળ્યા હતા. આ તસ્વીર શેર કરતા સલમાન ખાને લખ્યું કે, “દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ… જય જવાન જય કિસાન”  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.