રાજકોટમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આવામાં કોરોનાની ચપેટમાં હવે ડોક્ટરો પણ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડાને કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ સર્જાયો છે.
સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોકટર જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે બાદ સમગ્ર હોસ્પિટલમાં તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના શંકાસ્પદ ડોક્ટર અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે આ પહેલા રાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા 2 દિવસ પહેલા જ આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથેની બેઠકમાં પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
