Ahmedabad News/ અમદાવાદ શહેર-જિલ્લાના તમામ મત વિસ્તારોમાં આજે અને આવતીકાલે એન્યુમરેશન ફોર્મ જમા કરાવવા માટે 50 સ્થળોએ વિશેષ કેમ્પ

તમામ વિધાનસભા મતવિસ્તારોમાં શનિવાર તા. 29તથા રવિવારે 30 નવેમ્બરે એમ બે દિવસ કુલ 50 સ્થળોએ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં ખાસ સઘન મતદારયાદી સુધારણા(SIR) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 62.59 લાખ મતદારોમાંથી 70ટકાથી વધુની વિગતોનું ડિજિટાઇઝેશન થઈ ચૂક્યું છે. જ્યારે જે મતદારો હજી સુધી કોઈ પણ કારણસર જમા કરાવી શક્યા નથી, તેમના માટે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં શનિવાર તા. 29તથા રવિવારે 30 નવેમ્બરે એમ બે દિવસ કુલ 50 સ્થળોએ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  સુજીત કુમારના જણાવ્યા અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર-જિલ્લાના તમામ મતદારોને તેમના બાકી રહેલા ફોર્મ્સ તાત્કાલિક ભરીને BLOને પરત જમા કરાવવા અને આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશની આ કામગીરી સ્વચ્છ, ક્ષતિરહિત અને પારદર્શક બની રહે.

વધુમાં, મતદારો પોતાના ફોર્મ એક જ સ્થળે જમા કરાવી શકે તે માટે જિલ્લાના તમામ મતવિસ્તારોમાં નિયત સ્થળોએ શનિવાર તા. 29ના રોજ બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી અને રવિવાર તા. 30ના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં મતદારો પોતાના એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની સાથે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલા માન્ય પુરાવાઓ પણ સ્વેચ્છાએ રજૂ કરી શકશે. જે મતદારયાદીની ચોકસાઈ વધારવામાં મદદરૂપ થશે.

SIRની આ સમગ્ર પ્રક્રિયા અને ઝૂંબેશનો હેતુ સચોટ અને ભૂલરહિત મતદારયાદી તૈયાર કરવાનો છે. તેથી તમામ મતદારોને આ વિશેષ કેમ્પનો લાભ લેવા અને પોતાની નાગરિક ફરજ નિભાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે. જેથી લોકશાહીનો પાયો વધુ મજબૂત બની શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો : ગુજરાતમાં SIR કામગીરીમાં DEO થી લઈને BLO સુધી સહકાર…182 વિધાનસભા મતવિસ્તારમાં કેમ્પ યોજાશે…

આ પણ વાંચો : SIR પ્રક્રિયામાં દિવ્યાંગો, સિનિયર સીટીઝન અને વિચરતી તથા વિમુક્ત જાતિ માટે જિલ્લાવાર કેમ્પ યોજાશે…

આ પણ વાંચો : મહિલા BLOની નિષ્ઠા પૂર્વક SIRની કામગીરી, માથે ઝેરોક્ષ મશીન લઈને પહોંચી