Vadodara News: જમ્મુ (Jammu & Kashmir)માં આતંકવાદી હુમલા (Terrorist Attack) બાદ ફસાયેલા ગુજરાતી નાગરિકોને પાછા લાવવા વડોદરા (Vadodara)ના સાંસદ ડૉ. હેમાંગ જોશી (Dr. Hemang Joshi)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાંસદે આ બાબત ભારત સરકાર (Government of India)નું ધ્યાન ધ્યાન દોર્યુ હતું અને ખાતરી આપવામાં આવી છે કે શક્ય તેટલી વહેલી તકે તમામ લોકોને સુરક્ષિત રીતે વડોદરા પાછા લાવવામાં આવશે. હાલમાં, કર્ફ્યુ દરમિયાન પણ કાશ્મીરના બધા પરિવારો સુરક્ષિત છે.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તે પછી ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. સિંધુ નદી કરાર સ્થગિત કરવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાન દુતાવાસ બંધ કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર (Srinagar)માં 19 લોકો ફસાયેલા છે. સંતપ્યારી પરમાર, નીતાબેન પરમાર, ચાંદની પરમાર, ઓમ પરમાર, જયેન્દ્ર પરમાર, મહેશ પરમાર, ઉર્વશી પરમાર, પાયલ પરમાર, હીર પરમાર, યુગ્મન પરમાર, પારુલ પરમાર, કાવ્ય પરમાર, અંબાલાલ પરમાર, ભીખીબેન પરમાર, કંકુબેન પરમાર, હીરાબેન પરમાર, યુગ પરમાર, જ્યોતિ પરમાર, મોનિકા પરમાર.
પહેલગામ હુમલા (Pahalgam Terror Attack)માં 26 લોકો માર્યા ગયા છે. તેમાં એક નેપાળી નાગરિક પણ છે. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો જ્યારે બૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા હતા.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
