Not Set/ ટાઇમર બોમ્બ મુક્યો હોવાની આશંકાએ મુંબઇથી દિલ્હી જતી ફ્લાઇટનુ ઇમરજન્સી લેન્ડિગ

આજે વહેલી સવારે જેટ એરવેઝની મુંબઇથી દિલ્હી જતી ફ્લાઇટમાં ટાઇમર બોમ્બ મુક્યો હોવાની આશંકાએ ઇમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાના પગલે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટમાં સોમવારે સવારે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે ફ્લાઇટ હાઇજેક થવાની પણ આશંકા હતી. આ ઘટનાની જાણ થતાં […]

India

આજે વહેલી સવારે જેટ એરવેઝની મુંબઇથી દિલ્હી જતી ફ્લાઇટમાં ટાઇમર બોમ્બ મુક્યો હોવાની આશંકાએ ઇમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાના પગલે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટમાં સોમવારે સવારે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ફ્લાઇટ હાઇજેક થવાની પણ આશંકા હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે CISF, BDGS અને ડોગ સ્ક્વોડ સ્થળ ઉપર આવી ચેકીંગ હાથ ધર્યું હતું. મહત્વનું છે કે ફલાઈટના વોશરૂમમાંથી ઉર્દુભાષામાં લખેલો પત્ર મળી આવ્યો છે

jet airways