Not Set/ શ્રીકાંત 1 વર્ષમાં 4 સુપરસીરિઝ જીતવા વાળા પ્રથમ ભારતીય બન્યાં

વર્લ્ડ નંબર -2 સ્ટાર શટલર કિદામ્બિ શ્રીકાંતનો ગોલ્ડન પિર્યડ ચાલી રહ્યો છે. શ્રીકાંતે રવિવારના રોજ ફ્રેન્ચ ઓપન ખાતે સળંગ બીજા સુપરસ્સીરીઝનું ટાઇટલ જીતી લીધું છે અને તે એક વર્ષમાં ચાર સુપરસ્સીરીઝ જીતનાર પ્રથમ ભારતીય શટલર બન્યો હતો. અગાઉ આ વર્ષે તેને ઇન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ડેનમાર્ક ઓપન જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં વિશ્વની નંબર […]

Sports

વર્લ્ડ નંબર -2 સ્ટાર શટલર કિદામ્બિ શ્રીકાંતનો ગોલ્ડન પિર્યડ ચાલી રહ્યો છે. શ્રીકાંતે રવિવારના રોજ ફ્રેન્ચ ઓપન ખાતે સળંગ બીજા સુપરસ્સીરીઝનું ટાઇટલ જીતી લીધું છે અને તે એક વર્ષમાં ચાર સુપરસ્સીરીઝ જીતનાર પ્રથમ ભારતીય શટલર બન્યો હતો. અગાઉ આ વર્ષે તેને ઇન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ડેનમાર્ક ઓપન જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં વિશ્વની નંબર 40 કેન્ટા નિશીમોટોને 21-14, 21-13થી હરાવ્યો હતો.

જાપાનના મિનાત્સુ મિટની સામે હારીને સાઇના 2012 માં ફાઈનલમાં હારી ગઇ હતી. શ્રીકાંતે એક સપ્તાહમાં બે સુપર સિરીઝ ટાઇટલ્સ હાંસલ કરવાનો રેકોર્ડ વર્ષમાં બીજી વખત કર્યો છે. અગાઉ જૂન મહિનામાં તેણે ઇન્ડોનેશિયા ઓપન અને ઑસ્ટ્રેલિયા ઓપન પર પણ જીત હાસિલ કરી હતી. 2017 માં શ્રીકાંતની સુપર સીરિઝ જીત

1. ઇન્ડોનેશિયા ઓપન (જૂન 18, 2017), જાપાનના કાઝિમાસા સાકાય 21-11, 21-19

2. ઑસ્ટ્રેલિયા ઓપન (જૂન 25, 2017), ચીનના ચેન લોંગને 22-20, 21-16થી હરાવ્યો

3. ડેનમાર્ક ઓપન (ઑક્ટોબર 22, 2017), કોરિયાના લી હ્યુનને 21-10, 21-5થી હરાવી

4. ફ્રેન્ચ ઓપન (ઑક્ટોબર 29, 2017), જાપાનના કાન્તા નિશીમોટોને 21-14, 21-13 હરાવ્યું